
હર્ષ સંઘવીની પોંક પાર્ટી.હર્ષ સંઘવીએ મિત્રો અને કાર્યકર્તઓ સાથે મળીને માણી સુરતી પોંકની મજા.નાયબ મુખ્યમંત્રીના વિધાનસભામાં પોંક પાર્ટીનું આયોજન કરાયું હતું, જેમાં તેઓ વાનગીની લિજ્જત માણતા જાેવા મળ્યા.સુરતના મજુરા વિધાનસભામાં આયોજિત પોંક પાર્ટીમાં અનોખો માહોલ જાેવા મળ્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જૂના મિત્રો સાથે પોંકની લિજ્જત માણી હતી.
શિયાળાની ગુલાબી ઠંડીમાં સુરતના પ્રખ્યાત પોંકનો સ્વાદ માણવા માટે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતની મુલાકાતે પહોંચ્યા હતા. મજુરા વિધાનસભાના કાર્યકર્તાઓ દ્વારા આયોજિત ખાસ પોંક પાર્ટીમાં તેમણે હાજરી આપી હતી. જ્યાં રાજકીય માહોલ વચ્ચે મૈત્રીપૂર્ણ વાતાવરણ જાેવા મળ્યું હતું.
હર્ષ સંઘવીના આગમન સમયે કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો. નાયબ મુખ્યમંત્રીનું સ્વાગત ઢોલ-નગારા અને પુષ્પગુચ્છ સાથે ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. પોતાના લાડીલા નેતાને મળવા અને તેમની સાથે સેલ્ફી લેવા માટે કાર્યકર્તાઓમાં પડાપડી થઈ હતી.
પોંકની મજા માણ્યા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પોંક ખાવાની સાચી મજા મિત્ર વર્તુળમાં જ આવે છે. આજે મારા જૂના મિત્રો અને કાર્યકર્તાઓ સાથે બેસીને ગોષ્ઠી કરતા જૂના દિવસો તાજા થઈ ગયા.
તેમણે વધુમાં સુરતીઓને અને રાજ્યના લોકોને અપીલ કરી હતી કે શિયાળાની આ સિઝનમાં સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ પોંકનો આનંદ જરૂર લેવો જાેઈએ.
Related posts:
- બંગાળની ખાડીમાં સર્જાઇ સિસ્ટમ ગુજરાતમાં ફરી એક વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવના આ સિસ્ટમ ધીરે ધીરે મહારાષ્ટ્ર તરફ ફંટાતા વરસાદ વરસી શકે. બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ આકાર લેતાં ફરી...
- અમૂલની મોટી જાહેરાત અમૂલે ઘી, માખણ, આઈસ્ક્રીમ સહિત ૭૦૦ વસ્તુઓ સસ્તી કરી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને જણાવ્યું કે આ બદલાવ...
- બેજવાબદાર સરકારી અધિકારીઓ સામે ભૂપેન્દ્ર પટેલ સરકાર કડક વલણ અપનાવી ફરિયાદોને ધ્યાનમાં રાખીને સરકારે લાલ આંખ કરી.બેજવાબદાર સરકારી અધિકારીઓ સામે ભૂપેન્દ્ર પટેલ સરકાર કડક વલણ અપનાવી.મહેસૂલ વિભાગના વર્ગ-૧...




