
સેમીફાઈનલમાં બાંગ્લાદેશને ૪૦ રને હરાવ્યું ૧૦ મી વખત ફાઈનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા ભારતીય ટીમે મહિલા એશિયા કપની સેમિફાઇનલમાં બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું
ભારતીય ટીમે ૨૦૨૬ મહિલા એશિયા કપની સેમિફાઇનલમાં બાંગ્લાદેશને ૪૦ રનથી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. ટુર્નામેન્ટની ફાઇનલમાં ટીમ ૧૦મી વખત પહોંચી છે.
ગુરુવારે (૧૦ સપ્ટેમ્બર) દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૪૯ રન બનાવ્યા હતા. ટીમ તરફથી શેફાલી વર્માએ સૌથી વધુ ૪૦ બોલમાં ૬૪ રન બનાવ્યા, જેમાં ૭ ચોગ્ગા અને ૩ છગ્ગાનો સમાવેશ થાય છે. આ ઇનિંગમાં બાંગ્લાદેશ તરફથી સુલતાના ખાતુને સૌથી વધુ ૨ વિકેટ લીધી હતી.
બાંગ્લાદેશની શરૂઆત ખાસ સારી નહોતી, પરંતુ તેમનો અંત વધુ ખરાબ રહ્યો હતો. ટીમ ૨૦ ઓવરમાં ૭ વિકેટે ફક્ત ૧૦૯ રન જ બનાવી શકી. ટીમ માટે શોર્ના અખ્તરે સૌથી વધુ ૨૨ રન બનાવ્યા હતા. જેમાં એક ફોર અને એક સિક્સર ફટકારી. બીજા દાવમાં ભારત માટે દીપ્તિ શર્માએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.
રન ચેઝ દરમિયાન ટીમને જુવૈરિયા ફિરદોસના રૂપમાં ૨૬ રન પર પહેલો ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ તેઓએ ૩૫ રન પર બીજી વિકેટ ગુમાવી. આ પછી, ઇનિંગ્સ થોડા સમય માટે સ્થિર થઈ હતી. પછી ટીમને ૬૬ રન પર ત્રીજી વિકેટ, ૭૬ રન પર ચોથી, ૮૩ રન પર પાંચમી, ૧૦૯ રન પર છઠ્ઠી અને ૧૦૯ રન પર સાતમી વિકેટ પડી હતી.
શોર્ના અખ્તર ઉપરાંત બાંગ્લાદેશની દિલરા અખ્તરે ૨૧ રન, જુવૈરિયા ફિરદોસે ૧૪ રન, શોભના મોસ્ટારીએ ૧૮ રન, કેપ્ટન નિગરા સુલ્તાનએ ૧૯ રન, શર્મીન અખ્તરે ૧ રન અને ફાતિમા ખાતુને ૧૪ રન બનાવ્યા. બીજી ઓપનર રાબિયા ખાન ખાતું ખોલ્યા વિના પેવેલિયન પરત ફરી હતી.
ટીમ ઈન્ડિયા માટે, શેફાલી વર્મા સિવાય બાકીના બેટ્સમેન ફ્લોપ રહ્યા હતા. ઇનિંગ્સની શરુઆત કરનાર સ્મૃતિ મંધાના માત્ર ૨ રન બનાવીને આઉટ થઈ ગઈ. પ્રતિકા રાવલે ૨૦ રન, કેપ્ટન હરમનપ્રીત કૌરે ૨૪ રન, રિચા ઘોષે ૨૧ રન અને દીપ્તિ શર્માએ ૧૩ રન બનાવ્યા. ભારતી ફુલમાલી ખાતું ખોલ્યા વિના જ રન આઉટ થઈ ગઈ હતી.




