
ભાવનગરમાં નકલી નોટોનો કાળો કારોબાર ઝડપાયો.પોલીસે આરોપી અજય બુધેલીયા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમે શહેરમાં નકલી ચલણી નોટો વટાવવાના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં રેલવે સ્ટેશન રોડ પાસેના વિસ્તારમાંથી એક આરોપીને ૨૦૦ની ૩૪૩ નકલી નોટો સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી મોબાઇલ ફોન અને સ્કૂટર સહિત કુલ રૂ. ૫૫,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ ઘટના ૫ જાન્યુઆરીના રોજ બની હતી. LCB મળેલી ચોક્કસ બાતમી અનુસાર, રાજપરાગામ (ખોડિયાર), તાલુકો સિહોરના રહેવાસી અજય ઉર્ફે ઘુઘો પોપટ બુધેલીયા એક્સેસ મોપેડ પર રેલવે સ્ટેશન રોડ પાસે ઉભો હતો અને તેની પાસે મોટી માત્રામાં નકલી નોટો હતી, જેને તે બજારમાં વટાવવાની ફિરાકમાં હતો.
ન્ઝ્રમ્ની ટીમે તુરંત કાર્યવાહી કરી આરોપીને શંકાના આધારે અટકાયતમાં લીધો અને તેની તલાશી લીધી. તલાશી દરમિયાન આરોપી પાસેથી ૩૪૩ નકલી ૨૦૦ની નોટો, અસલ ૨૦૦ની ૨ નોટો, ૧૦૦ની ૪ નોટો, એક રેડમી કંપનીનો મોબાઇલ ફોન તેમજ એક્સેસ મોપેડ મળી આવ્યા હતા. આ તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂ. ૫૫,૮૦૦ થાય છે.પોલીસે આરોપી અજય બુધેલીયા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.




