
મોટાપાયે બદલીઓના આદેશ કૃષિ વિભાગમાં બઢતી સાથે બદલીઓની સૂચિ જાહેર ૪૮ અધિકારીઓની બદલી, ૧૮ને પ્રમોશન મળ્યું છે ચૂંટણી જાહેર થાય તે પહેલા મોટાપાયે બદલીઓના આદેશ અપાયા છે. રાજ્યમાં કૃષિ વિભાગમાં બઢતી સાથે બદલીઓની સૂચિ જાહેર થઇ છે. ૪૮ અધિકારીઓની બદલી, ૧૮ને પ્રમોશન મળ્યું છે. ૪૬ મદદનીશ ખેતી નિયામક વર્ગ-૨ના અધિકારીઓની બદલીઓ ૮ ખેતી અધિકારીઓને ખેતી નિયામક તરીકે પ્રમોશન મળ્યું છે.
ચૂંટણી પહેલા રાજ્ય સરકારે કૃષિ વિભાગમાં બદલી બઢતીની જાહેરાત કરી છે. રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ૪૬ અધિકારીઓની બદલી અને બઢતી અંગે મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે.નોંધનિય છે કે, કૃષિ વિભાગમાં જુદી જુદી પોસ્ટ પર ફરજ બજાવતા કુલ ૪૬ મદદનીશ ખેતી નિયામક વર્ગ-૨ના અધિકારીઓની સામૂહિક બદલીઓ કરવામાં આવી છે. જ્યારે ૧૮ કર્મચારીને પ્રમોશનના આદેશ અપાયા છે. જે અતર્ગત ૧૮ ખેતી અધિકારીઓને ખેતી નિયામક તરીકે પ્રમોશન અપાયું છે. બધા અધિકારીઓને તાત્કાલિક નવા સ્થળે ફરજ સંભાળવા સૂચના આપવામાં આવી છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આ ર્નિણય લેવાયો હતો. ચૂંટણીની જાહેરાતના કાઉન્ટડાઉન વચ્ચે આજથી ભાજપ ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરશે. ચારેક દિવસ સુધી ભાજપના નિરીક્ષકો જે-તે જિલ્લા અને મહાનગરોમાં જઈ ઉમેદવારોની સેન્સ લેશે. નિરીક્ષતોને જે-તે વિસ્તારમાં સેન્સ લેવા પહોંચી જવાની સૂચના પણ મળી ચૂકી છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વોર્ડ કક્ષાની બેઠકો સુધી ઉમેદવારો પસંદ કરવાના હોવાથી સમગ્ર સેન્સ પ્રક્રિયા અત્યંત જટીલ બની રહેશે. ૩ એપ્રિલ સુધીમાં રાજ્યભરમાં સેન્સ પ્રક્રિયા પૂરી થયા બાદ નિરીક્ષકો ૩ ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરી છે. પ્રદેશ પાર્લામેંટ્રી બોર્ડમાં મોકલશે. ત્યાર બાદ પ્રદેશ સમિતિ ઉમેદવારની પસંદગીને આખરી ઓપ આપશે. ૧૧ કે ૧૨ એપ્રિલ સુધી ભાજપ તમામ ઉમેદવારો જાહેર કરે તેવી પૂરી શક્યતા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે આજથી સેન્સ પ્રક્રિયા શરૂ કરી હતી. રાજકોટ અને વડોદરામાં ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી હતી. રાજકોટ અને વડોદરામાં ભાજપના નિરીક્ષકો સેન્સ પ્રક્રિયા માટે પહોંચ્યા હતા. રાજકોટ ભાજપ કમલમમાં ૨ દિવસ સુધી સેન્સ પ્રક્રિયા ચાલશે. રાજકોટમાં આજે ૧૨ વોર્ડ માટે સેન્સ પ્રક્રિયા કરાશે. આવતીકાલે બાકીના છ વોર્ડની સેન્સ પ્રક્રિયા થશે. રાજકોટના વોર્ડ નં.૪, ૫, ૬, ૧૫, ૧, ૨, ૩, ૮, ૭, ૧૩, ૧૪ અને ૧૭ માટેની સેન્સ પ્રક્રિયા શરૂ કરશે. વડોદરામાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ કરી હતી. દાવેદારોની સેન્સ લેવા માટે ચાર સ્થળો નક્કી કરાયા છે. ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો દાવેદારી માટે પહોંચ્યા હતા.




