
બહેરામપુરા વોર્ડમાં છીપા સોસાયટી ચાર રસ્તાથી દાણીલીમડા ચાર રસ્તા સુધી વાહન વ્યવહાર અવરજવર પ્રતિબંધિત અંગેનું શહેર પોલીસ કમિશનરશ્રીનું જાહેરનામું
અમદાવાદ શહેરમાં દક્ષિણ ઝોન બહેરામપુરા વોર્ડમાં બી.આર.ટી.એસ. રૂટ ઉપર આવેલ છીપા સોસાયટી ચાર રસ્તાથી દાણીલીમડા ચાર રસ્તા સુધીના વિસ્તારનું ડ્રેનેજનું પાણી અમન ઇલેક્ટ્રીક પાસે આવેલ સમ્પમાંથી નિકાલ થાય છે. આ સંમ્પમાં છીપા સોસાયટી, મોહન તલાવડી, પતરાવાળી ચાલી, ધાબાવાળા ચાલી તથા જુદા જુદા વિસ્તારનું ડ્રેનેજનું પાણી અમન ઇલેક્ટ્રીક પાસે સંમ્પમાં આવે છે. આ સંમ્પના બાજુમાંથી ૯૦૦ એમ.એમ.ડાયાની ડ્રેનેજ લાઇન તાજેતરમાં ડ્રેનેજ પ્રોજેક્ટ દ્વારા રી-હેબની કામગીરી પુર્ણ કરવામાં આવે છે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સદરહું લાઈનમાં નવુ મશીનહોલ બનાવી સમ્પનું જોડાણ કરવાની કામગીરીની જરૂરીયાત ઉભી થયેલ હોવાથી આ રસ્તા પરથી પસાર થતો ટ્રાફિક દિન-૭ માં નીચે મુજબની વિગતે ડાયવર્ટ કરવામાં આવનાર છે.
વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત માર્ગ
છીપા સોસાયટી ચાર સસ્તાથી દાણીલીમડા ચાર રસ્તા તરફ આવતો માર્ગ તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે બંધ રહેશે.
વૈકલ્પિક માર્ગ
૧. નારોલથી દાણીલીમડા સર્કલ તરફ આવતા નાના તથા મધ્યમ પ્રકારના વાહનો ચંડોળા તળાવ ત્રણ રસ્તાથી બી.આર.ટી.એસ. કોરીડોરનો ઉપયોગ કરી દાણીલીમડા ચાર રસ્તા તરફ અવર-જવર કરી શકશે.
૨. નારોલથી દાણીલીમડા સર્કલ તરફ આવતા ભારે વાહનો ચંડોળા તળાવથી શાહઆલમ દરવાજાથી શાહઆલમ ટોલનાકાથી પીરકમલ મસ્જીદથી દાણીલીમડા ચાર રસ્તા તરફ અવર-જવર કરી શકશે.
જે અંગેની તમામ નાગરિકોને જાણ કરવામાં આવે છે.
