
ગુજરાતમાં PUC કઢાવવું થયું મોંઘું,ગુજરાતમાં PUC ની ફીના દરોમાં ધરખમ વધારો કરવાની જાહેરાત.લાંબા સમય બાદ PUC ફીમાં રૂ. ૨૦ થી લઈને રૂ. ૫૦ સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે.ગુજરાતના વાહનચાલકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વાહનોના પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર એટલે ક PUC ની ફીના દરોમાં ધરખમ વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમય બાદ PUC ફીમાં રૂ. ૨૦ થી લઈને રૂ. ૫૦ સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે. નવા સુધારેલા દરો મુજબ, ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર અને ભારે વાહનો એમ તમામ કેટેગરીમાં ભાવ વધારો અમલી બન્યો છે. ખાસ કરીને મધ્યમ વર્ગના વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટરો પર આ વધારાની સીધી અસર જાેવા મળશે.
વાહનનો પ્રકાર જૂની ફી (રૂ.) નવી ફી (રૂ.) વધારો (રૂ.)
ટુ-વ્હીલર (બાઈક/સ્કૂટર)૩૦ ૫૦ ૨૦
થ્રી-વ્હીલર (રિક્ષા) ૫૦ ૬૦ ૧૦
ફોર-વ્હીલર (કાર) ૮૦ ૧૩૦ ૫૦
ભારે વાહન (બસ/ટ્રક) ૧૦૦ ૧૫૦ ૫૦
પ્રદૂષણ તપાસવું હવે ખર્ચાળ
રાજ્યમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે PUC સેન્ટરના સંચાલકો દ્વારા લાંબા સમયથી ફી વધારાની માંગ કરવામાં આવી રહી હતી, જેને ધ્યાને રાખીને સરકારે આ ર્નિણય લીધો હોવાનું મનાય છે. જાેકે, કાર ચાલકો માટે સીધો રૂ. ૫૦ નો વધારો ઘણો મોટો ગણાય રહ્યો છે. હવેથી વાહનચાલકોએ પોતાનું વાહન રોડ પર ચલાવવા માટે પ્રદૂષણ મુક્ત હોવાનું પ્રમાણપત્ર મેળવવા માટે વધારાના નાણાં ખર્ચવા પડશે. નિયમ મુજબ જાે વાહનચાલક પાસે માન્ય PUC નહીં હોય, તો ટ્રાફિક પોલીસ દ્વારા તેને મોટો દંડ ફટકારવામાં આવે છે, જેના કારણે હવે મોંઘા ભાવે પણ PUC કઢાવવું ફરજિયાત બનશે.




