
(છગનલાલ મેવાડા દ્વારા)
ગુજરાત પ્રદેશ ભાજપ નેતા મુકેશ ગુજરાતીએ ફેસબુક પોસ્ટ કરી હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝા સામે વિવાદિત ટિપ્પણી કરવા મામલો ફરી ગરમાયો છે. મુકેશ ગુજરાતી એ આ પહેલા સુરત SOG ના DCP ના નકુમ સામે હાઇકોર્ટ કરેલી કાર્યવાહીથી નારાજ થઈ જજ વિરૂદ્ધ ટિપ્પણી કરી હતી. જેના વિરોધ માં ગુજરાત હાઇકોર્ટ વકીલ એસોસિએશને તાકીદની બેઠક બોલાવી મુકેશ ગુજરાતીની ટિપ્પણી વખોડી અને તેમના પદ પરથી દૂર કરવા ભાજપ હાઇકમાન્ડને રજૂઆત કરવા નિર્ણય કર્યો છે.
આ મામલો હજુ તો શાંત પણ નથી થયો ત્યાં જ મુકેશ ગુજરાતીએ ફેસબુક પર પોસ્ટ કરી આડકતરી રીતે યતીન ઓઝાની ખહુરિયા કૂતરા સાથે સરખામણી કરી દેતા ફરી વિવાદ થયો છે. જોકે, યતીન ઓઝાએ કહ્યું કે, હું કોઈ પાર્ટી સાથે સંકળાયેલો નથી. મારે તેને જવાબ આપી મોટા કરવો નથી. તેની સામે કોર્ટમાં જ પગલાં લેવાશે.
વધુ માં આ ભાજપ નેતા મુકેશ ગુજરાતી એ પોસ્ટ માં જણાવ્યું છે કે, આ હાઈકોર્ટના કેમ્પસમાં એક વાર કાઢી મૂકવામાં આવ્યું હતું તે ખહુરિયા કૂતરાનો આકા છે, એટલે કે ચમચાઓનો બાપો. હવે આ ખહુરિયું ભાજપને સલાહ આપવાની વાત કરતી કે પાર્ટી કેમ બચાવવી, પહેલી વાત તો આને ચમચા સહન કેમ કરતા હશે? સુરતથી સાઇકલના પંચરવાળા અમદાવાદથી ખજૂરિયો બે કોંગ્રેસિયા મારી સાથે ટક્કર લેવા આવ્યા છે.
જસ્ટિસ વિરુધ્ધ ઉચ્ચાર કરનાર મુકેશ ગુજરાતી ને પાઠ ભણાવવા ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન મેદાનમાં આવ્યું અને મુકેશ ગુજરાતી ને પાઠ ભણાવવા ઠરાવો કર્યા હતા. એટલે કે ફરી તેના જવાબમાં મુકેશ ગુજરાતી એ પોસ્ટ મૂકી વળતો પ્રહાર કરતા મામલો ગરમાયો છે.




