
૧૫-૧૬ એપ્રિલ દરમિયાન એક નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે ગુજરાતમાં હવામાનનો ડબલ એટેક ગરમી : કમોસમી વરસાદની શક્યતા દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીની સાથે ભેજનું પ્રમાણ પણ વધશે. પણ, વિદર્ભના ભાગોમાં ગરમીનો આંક વધી શકે છે હવામાનમાં આવી રહેલા મોટા ફેરફારોને કારણે આગામી દિવસો ગુજરાત માટે પડકારજનક સાબિત થઈ શકે છે. એક તરફ સૂર્યદેવ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવશે, તો બીજી તરફ પશ્ચિમ વિક્ષેપના કારણે વાતાવરણમાં પલટો આવવાની પણ શક્યતા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ ૧૫-૧૬ એપ્રિલ દરમિયાન એક નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે, જેની અસર ૧૮થી ૨૨ એપ્રિલ દરમિયાન જાેવા મળશે. આ ઉપરાંત ૨૦ એપ્રિલ દરમિયાન ગરમી તેના આકરા તેવર બતાવશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો ૪૪ ડિગ્રીને પાર કરી શકે છે.દેશભરમાં હવામાન ફરી એકવાર મોટો યુ-ટર્ન લેવા માટે તૈયાર છે. થોડા દિવસ પહેલા જ તોફાન અને વરસાદથી થોડી રાહત મળી છે. હવે, ગરમી તીવ્ર બની રહી છે. જાેકે, ૧૫ એપ્રિલથી એક નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાનો છે. આ સિસ્ટમના આગમનથી હવામાનની ગતિશીલતા સંપૂર્ણપણે બદલાઈ શકે છે. કેટલાક પ્રદેશોમાં જાેરદાર પવન ફૂંકાશે, જ્યારે અન્ય વિસ્તારોમાં વરસાદ પડશે; અન્યત્ર, તાપમાનમાં અચાનક ઘટાડો થવાની ધારણા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીનો આતંક વધવાની શક્યતા છે. એસી અને પંખાનો ધમધમાટ શરૂ થઈ જશે. ૧૪ એપ્રિલમાં ગરમી રૌદ્ર સ્વરૂપ બતાવશે. ૨૦મી તારીખ સુધીમાં ગરમીનો આતંક વધી જશે. મધ્ય ગુજરાતના ભાગોમાં ગરમીનો ઉકળાટ વધુ રહેશે. એપ્રિલના અંત સુધીમાં તો મધ્ય ગુજરાતના ભાગોમાં ગરમીનો આંક વધશે. કેટલાક ભાગોમાં ૪૪ ડિગ્રીથી વધારે ગરમી પડવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ગરમી અકળાવી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છ, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ગરમી વધવાની શક્યતા છે.આ સાથે તેમણે જણાવ્યું છે કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીની સાથે ભેજનું પ્રમાણ પણ વધશે. પણ, વિદર્ભના ભાગોમાં ગરમીનો આંક વધી શકે છે. તારીખ ૧૬-૧૭થી બીજાે પશ્ચિમી વિક્ષેપ આવતા ગુજરાતમાં વાદળો આવવાની શક્યતા રહેશે. ૧૮થી ૨૨ એપ્રિલ સુધી તેની અસર ગુજરાતના ભાગોમાં થવાની રહેશે. જેના કારણે ગુજરાતમાં વાદળવાયું, કોઈક કોઈક ભાગમાં પ્રી-મોન્સૂનનો વરસાદ અને ક્યાંક છાંટા થઈ શકે છે. ઉત્તર, મધ્ય, સૌરાષ્ટ્ર અને દક્ષિણના ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. ૨૬ એપ્રિલ બાદ હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. દેશના કેટલાક ભાગોમાં વરસાદની સાથે મેઘગર્જના સાથે કરા પડવાની પણ શક્યતા રહેશે. ત્યાર બાદ મેની શરૂઆતમાં અને ૧૧થી ૨૦ મે દરમિયાન કાળી આંધી અને વંટોળિયા આવી શકે છે. હવે ધીરે ધીરે પવનની ગતિ વધશે.




