Crypto Currency Scam : ઇડીએ યુકે સ્થિત ક્રિપ્ટો કંપની બિટકનેક્ટના એશિયાના વડા દિવ્યેશ દરજી અને ગુજરાતમાં ક્રિપ્ટો કરન્સી કૌભાંડમાં તેમની સંડોવણી બદલ મની લોન્ડરિંગ કેસમાં રૂ. 433 કરોડની જંગમ સંપત્તિ જપ્ત કરી છે. આ કૌભાંડમાં લોકોને તેમના રોકાણ પર જંગી વળતર આપવાની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. જપ્ત કરાયેલી સંપત્તિમાં ક્રિપ્ટોકરન્સી, સોનું અને રોકડનો સમાવેશ થાય છે.
2002ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરાયેલી સંપત્તિ
EDએ સોમવારે જણાવ્યું હતું કે PMLA 2002 ની જોગવાઈઓ હેઠળ મિલકત અટેચ કરવામાં આવી હતી. દિવ્યેશ દરજી, સતીશ કુંભાણી, શૈલેષ ભટ્ટ અને અન્ય આરોપીઓ સામે આઈપીસીની વિવિધ કલમો હેઠળ સીઆઈડી ગુજરાત દ્વારા નોંધાયેલી એફઆઈઆરના આધારે ઈડીએ તપાસ શરૂ કરી હતી. EDએ કહ્યું કે જપ્ત કરાયેલી મિલકતો સંબંધિત વ્યક્તિઓએ તેમની કાયદેસરની આવકમાંથી હસ્તગત કરી નથી.