
ભાજપના નેતાના ઘરમાંથી જુગારનો અડ્ડો ઝડપ્યો.ઉપલેટામાં ભાજપના નેતાના ઘરે પોલીસના દરોડા પડ્યા.નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કારોબારી ચેરમેનના પતિ અતુલ વાછાણીના ઘરે પોલીસે દરોડા પાડીને મોટી કાર્યવાહી કરી છે.રાજકોટના ઉપલેટા તાલુકામાં ભાયાવદર નગરપાલિકાના ભાજપના નેતાના ઘરે રાત્રે પોલીસે દરોડા પાડી જુગારધામ ઝડપી પાડ્યું હતું. નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કારોબારી ચેરમેનના પતિ અતુલ વાછાણીના ઘરે પોલીસે દરોડા પાડીને મોટી કાર્યવાહી કરી છે.
ભાયાવદરમાં પોલીસે રાતના સમયે જ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કારોબારી ચેરમેનના પતિ અતુલ વાછાણીના ઘરે દરોડા પાડ્યા હતાં. જેમાં નગરપાલિકાના કારોબારી ચેરમેન માયાબેન વાછાણીના પતિ ઘરે જુગારનો અખાડો ચલાવતા હોવાનુ સામે આવ્યું હતું.
પોલીસે આ દરોડા દરમિયાન જુગાર રમતા ૬ લોકોને ઝડપી પાડ્યા હતાં. આ ઉપરાંત રોકડ રકમ, ૬ મોબાઈલ અને ૪ મોટરસાયકલ સહિત કુલ રૂ૨.૭૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
પોલીસને ભાજપના અગ્રણી અતુલ વાછાણી પોતાના ઘરે બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતાં. રાજકીય વગ ધરાવતા નેતાના ઘરે થયેલી આ રેડને પગલે સમગ્ર પંથકમાં અને રાજકીય આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે.ભાયાવદરના રાજકીય આગેવાનો રાજકીય ધાક અને વગને કારણે અનેક ગોરખધંધાઓ સાથે સંકળાયેલા હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું છે.




