
રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.વેરાવળ, સૂત્રાપાડામાં ધોધમાર વરસાદ વરસ્યો.
આજે નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.હવામાન વિભાગ દ્વારા આગામી ૭ દિવસ એટલે કે, ૫ સપ્ટેમ્બરથી ૧૧ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી ૩ દિવસ માટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જેમાં આજે નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં ૯૬.૯૪ ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં ૯૬.૯૧ ટકા, પૂર્વ-મધ્યમાં ૯૩.૭૯ ટકા, કચ્છમાં ૮૫.૧૪ ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં ૮૪.૭૪ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે તેમ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-જીઈર્ંઝ્ર, ગાંધીનગરની દ્વારા જણાવાયું છે. વધુમાં સાવર્ત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૧૧૩ ડેમ હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા છે. જેમાં ૮૨ ડેમ ૧૦૦ ટકા, ૬૮ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે, ૨૪ ડેમ ૫૦ થી ૭૦ ટકા વચ્ચે જ્યારે ૧૭ ડેમ ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના ૮૯ ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે.
