
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ આજે ખેડૂતોની હાજરીમાં ત્રણ મુદ્દે રજૂઆત કરી હતી. ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા એ આ મુદ્દે જણાવ્યું હતું કે, આજે વિસાવદર ભેસાણ અને જુનાગઢ તાલુકાના તમામ ડેમ, તળાવ, કે નદીઓમાં સૌની યોજનાનું પાણી નાખવામાં બાબતે રજૂઆત કરવામાં આવી. જીઈબી દ્વારા ખેડૂતોને જે કનળગત થાય છે, જેમકે વારંવાર લાઈન ટ્રીપિંગ થવી,ટીસી બળી જાય તો સમયસર બદલાવી ન આપવું, ટીસી રીપેરીંગ ન કરી આપવા, ટીસી ટ્રાન્સફર ન કરી આપવા, સમયસર સર્વિસ ના આપવી, જો કોઈ ફોલ્ટ આવે તો ફોલ્ટ ઓફિસમાં ફોન કરીએ તો સરખા કોઈ જવાબ ન આપે, ફોલ્ટ લખવો નહીં, લખ્યા પછી અઠવાડિયા સુધી રીપેરીંગ ન કરવું, આવા બધા વીજળીના પ્રશ્નો મુદ્દે આજે જુનાગઢ જિલ્લાના એક્ઝિક્યુટીવ એન્જિનિયર સમક્ષ રજૂઆત કરી. ખેડૂતોની હાજરીમાં આ રજૂઆત કરવામાં આવી અને લગભગ 50 જેટલા મુદ્દાઓ લેખિતમાં જીઈબી તંત્રને આપ્યા છે અને નિરાકરણની માંગ કરવામાં આવી છે.
વધુમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, બીજો મુદ્દો હતો કે, સૌને યોજના મુદ્દે રજૂઆત કરવામાં આવી. વરસાદ ખેંચાયો છે જેથી પાક સુકાય તો એ પાકને બચાવવા માટે પાણીની જરૂરત છે, કેનાલ કે નદીઓના માધ્યમથી સૌની યોજના દ્વારા ખેડૂતો સુધી પાણી પહોંચાડવામાં આવે તો ખેડૂતોનો પાક બચી જાય એમ છે. તો કલેક્ટર સમક્ષ સૌની યોજનાનું પાણી પહોંચાડવા બાબતે રજૂઆત કરી છે. આ સિવાય ખેડૂત હિત રક્ષા સમિતિ તરફથી રમેશભાઈના નેતૃત્વમાં થાંભલાઓ મુદ્દે રજૂઆત કરવામાં આવી. જેતપુર શાહપુર 66kv અને 220kv ની જે લાઇન નાખી છે, એમાં ખેડૂતોને એક પણ પૈસાનું વળતર ચૂકવ્યા વગર ખેતરમાં આડેધડ થાંભલાઓ નાખ્યા છે. ખેડૂતોની માંગણી છે કે “ખેતર મારું તો થાંભલો તમારો કેમ?” અને “તમારો થાંભલો અમારા ખેતરમાં નાખવો હોય તો પૈસા દેવા પડશે.”
વધુમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, આ રીતે જુનાગઢ જિલ્લાના ખેડૂતોની વિવિધ માંગણીઓને લઈને જુનાગઢ જિલ્લા કલેકટર કચેરી ખાતે ત્રણ મુદ્દાની રજૂઆત કરી છે લ, આશા રાખીએ છીએ કે ખેડૂતોની પીડા સરકાર સુધી પહોંચે અને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આવે. પીજીવીસીએલ મુદ્દે જો નિરાકરણ નહીં આવે તો બધા ખેડૂતો સાથે મળીને ગાદલા અને મંજીરા લઈને રામધૂન કરવા માટે જીઇબી ઓફિસ જઈશું. અમે આશા રાખીએ છીએ કે લાઈટ જેવી સામાન્ય બાબત માટે અમારે કગરવુ ન પડે. દેશની આઝાદીને 80 વર્ષ થવા આવ્યા અને અહીંયા લાઈટ પણ આવતી નથી માટે રજૂઆત કરી છે કે ઝડપથી લાઈટના પ્રશ્નોનું નિરાકરણ આવે એવું કંઈ કરો.




