
પોલીસનો કાફલો કોર્ટ પરિસરમાં દોડી આવ્યો.ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી
પોલીસ દ્વારા ઈ-મેલ મોકલનારની ઓળખ કરવા માટે સાયબર સેલની મદદ પણ લેવામાં આવી રહી છે.અમદાવાદમાં આવેલી ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ અને પોલીસતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. હાઈકોર્ટના સત્તાધીશોને એક ઈ-મેલ મળ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કોર્ટ પરિસરમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા છે. આ ધમકી મળતાની સાથે જ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી અને હાઈકોર્ટ પરિસરમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું હતું. મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કોર્ટના પ્રવેશ અને બહાર નીકળવાના તમામ રસ્તાઓ સીલ કરી દેવામાં આવ્યા હતા.આ ગંભીર ધમકીને ધ્યાનમાં રાખીને, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (મ્ડ્ઢડ્ઢજી) અને અન્ય તમામ સુરક્ષા એજન્સીઓની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. મ્ડ્ઢડ્ઢજી ટીમે ડોગ સ્ક્વોડ અને મેટલ ડિટેક્ટરની મદદથી હાઈકોર્ટના દરેક ખૂણામાં ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. કોર્ટના વિવિધ બ્લોક્સ, પાર્કિંગ એરિયા, કોર્ટરૂમ્સ અને ઓફિસોમાં તલાશી લેવામાં આવી રહી છે. ધમકીને ગંભીરતાથી લેવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. આ પ્રકારની ધમકી મળવી એ દેશની ન્યાય વ્યવસ્થા અને સુરક્ષા માટે એક મોટો પડકાર છે. પોલીસ દ્વારા ઈ-મેલ મોકલનારની ઓળખ કરવા માટે સાયબર સેલની મદદ પણ લેવામાં આવી રહી છે. આ ધમકી પાછળ કોનો હાથ છે અને તેનો ઉદ્દેશ શું છે તે જાણવા માટે તપાસ ચાલી રહી છે. હાલ તો સમગ્ર કોર્ટ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત સઘન કરી દેવામાં આવી છે અને સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી એલર્ટ યથાવત રહેશે.
