
Gujarat News: ગુજરાતના નવસારીમાં આવેલી યુનિવર્સિટીના વાંસ નર્સરી વિભાગમાં ભીષણ આગ ફાટી નીકળી છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.

આગને કારણે કેટલું નુકસાન થયું તે જાણી શકાયું નથી. હાલ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.



