
અંબાડી પર આધુનિક સાધનો લગાવવામાં આવશે રથયાત્રામાં ગજરાજ બેકાબૂ ના થાય તે માટે ટેકનોલોજીની નજર રખાશે ભક્તોની ભીડમાં કોઈપણ પ્રકારની અરાજકતા ફેલાય નહીં અને શાંતિપૂર્ણ રીતે ભગવાનના રથ નિજ મંદિર સુધી પહોંચી શકે અમદાવાદમાં ગત વર્ષની રથયાત્રામાં ડીજેના ભારે અવાજથી ગજરાજ બેકાબૂ બન્યા હતાં. ખાડિયા ચાર રસ્તા પાસે આ ઘટના બની હતી. પોલીસ અને મહાવતોએ ગજરાજાેને કાબુમાં કર્યા હતાં. આ ઘટનાને લઈને ચાલુ વર્ષની આગામી રથયાત્રામાં નવી ટેકનોલોજીનો સહારો લેવામાં આવ્યો છે. હવે રથયાત્રામાં ગજરાજાે પર ટેકનોલોજીથી નજર રાખવામાં આવશે. જેના કારણે ભક્તોની ભીડમાં કોઈપણ પ્રકારની અરાજકતા ફેલાય નહીં અને શાંતિપૂર્ણ રીતે ભગવાનના રથ નિજ મંદિર સુધી પહોંચી શકે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથની આ વખતે ૧૪૯મી રથયાત્રા નીકળશે. પોલીસ તંત્ર દ્વારા રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને મોટો ર્નિણય લીધો છે. ભગવાનની નગરચર્યા દરમિયાન ઘણીવાર અચાનક અવાજ કે ભીડના કારણે ગજરાજ બેકાબૂ બનવાની ઘટનાઓ સામે આવે છે. જેની સામે આ વર્ષે આવી ઘટનાઓ પર તાત્કાલિક કાબુ મેળવવા અને ગજરાજાેની મુવમેન્ટ પર પળેપળની મુવમેન્ટ રાખવા માટે હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ૧૮ ગજરાજાે પર હાઈટેક ટ્રેકિંગ સિસ્ટમ લગાવાશે. અંબાડી પર આધુનિક સાધનો લગાવવામાં આવશે.
ગજરાજ કયા રૂટ પર છે તેનું લાઈવ લોકેશન ટ્રેક થશે. તેમની આસપાસની ગતિવિધિઓ અને ભીડ પર ૩૬૦ ડિગ્રી કેમેરાથી નજર રાખી શકાશે. આ ઉપરાંત રથયાત્રા દરમિયાન લાઉડ સ્પીકર કે ફટાકડાના અવાજ માપવા માટે એક મશીન લગાવાશે. જે તાત્કાલિક એલર્ટ આપશે. જેથી ગજરાજ ચમકે તે પહેલા જ તેમને નિયંત્રિત કરી શકાશે. આ સમગ્ર ટેકનોલોજીનું કંટ્રોલ રૂમ પરથી મોનિટરિંગ કરવામાં આવશે. જેની લાઈવ ફીડ પણ અમદાવાદ પોલીસના કંટ્રોલ રૂમને મળશે. જાે કોઈ ગજરાજની મૂવમેન્ટ પર શંકા જશે તો તાત્કાલિક ત્યાં તૈનાત સુરક્ષા કર્મીઓને જાણ કરાશે.



