
ખાખીની આબરુના ધજાગરા ઉડાવતી ઘટના પોલીસ ઈન્સ્પેક્ટરે લિફટમાં યુવતીની છેડતી કરતા ચકચાર લિફ્ટ બંધ થતા જ ખભા પર હાથ મૂક્યો; પોલીસકર્મીની કરતૂતથી ગભરાઈ ૧૮૧ને જાણ કરી, FIR નોંધાઈ
અમદાવાદ પોલીસ બેડામાં એક પીઆઈની હરકતથી ચકચાર મચી ગઈ છે. એક પીઆઈની હરકતથી ખાખીની બદનામી થઈ છે. અમદાવાદના એક પીઆઈએ લિફ્ટમાં ૧૯ વર્ષીય યુવતીની છેડતી કર્યાની ઘટના સામે આવી છે.
અમદાવાદના વિશાલા સર્કલ પાસે આવેલ એક એપાર્ટમેન્ટનો બનાવ સામે આવ્યો છે. એપાર્ટમેન્ટની લિફ્ટમાં ૧૯ વર્ષીય યુવતીની છેડતી થયાની ફરિયાદ નોંધાઈ છે. એપાર્ટમેન્ટની લિફ્ટમાં પીઆઈએ યુવતી સાથે શારીરિક અડપલા કર્યાની યુવતીએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ અને યુવતીના નિવેદન આધારે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
છેડતી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર બરકતઅલી ચાવડા હોવાનું ખૂલ્યું છે. વેજલપુર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. બરકત અલી ચાવડા ગાંધીનગરમાં કન્ટ્રોલ રૂમમમાં પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. અગાઉ તેઓ અમદાવાદ એસીબી અને રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂક્યા છે.
યુવતી અભયમ હેલ્પલાઈનમાં જણાવ્યું કે, બરકત અલી ચાવડા લિફ્ટમાં જઈ રહ્યા હતાં, ત્યારે હું પણ તેમની સાથે હતી. પરંતું લિફ્ટ બંધ થતા જ તેમણે મારા ખભા પર હાથ મૂકીને અડપલાં કર્યા હતાં.
લિફ્ટ છઠ્ઠા માળે પહોંચી તે સમયે બીજા વ્યક્તિઓ લિફ્ટમાં આવતા બરકત ચાવડા લિફ્ટમાંથી બહાર નીકળી ગયો હતો. ગભરાઈને મેં અભયમમાં સંપર્ક કર્યો હતો.




