
વધતાં જતાં ધ્વનિ પ્રદૂષણને જાેતા લેવાયો ર્નિણય.સુરતમાં હવે સિગ્નલ પર હોર્ન વગાડશો તો થશે દંડ.૫૦૦ થી લઈ ૧૦ હજાર સુધીનો દંડ વસૂલવામાં આવશ.સુરતમાં હોર્ન વગાડવા પર દંડનીય કાર્યવાહી થશે. ટ્રાફિક સિગ્નલ પર હોર્ન વગાડશે તો દંડ ફટકારવામાં આવશે. વધતાં જતાં નોઈસ પોલ્યૂશનને ધ્યાને રાખીને સુરત પોલીસ દ્વારા આ ર્નિણય લેવાયો છે. ટ્રાફિક પોલીસની ટીમ તમામ વિસ્તારમાં જનજાગૃતિ માટે પ્લેકાર્ડ લઈને ઉભી રહેશે.
ગુજરાતમાં સૌ પ્રથમવાર સુરત પોલીસ હોર્ન વગાડવા પર દંડ ફટકારવામાં આવશે. સુરતમા ટ્રાફિક સિગ્નલ પર હોર્ન વગાડીને અન્ય વાહનચાલકોને હેરા કરનાર સામે લાલ આંખ કરવામાં આવી છે. સતત નોઇસ પોલ્યુશન વધતા જતા ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. હવે ટ્રાફિક સિગ્નલ પર હોર્ન વગાડનારાઓ પાસેથી દંડ વસૂલાશે.
આ માટે સુરત ટ્રાફિક વિભાગ દ્વારા અવેરનેસ કાર્યક્રમ ચલાવાશે. શરૂઆતમાં જનજાગૃતિ માટે પ્લે કાર્ડ લઈ વિવિધ ટ્રાફિક જંકશન પર ઉભા રહેશે. બાદમાં ૫૦૦ થી લઈ ૧૦ હજાર સુધીનો દંડ વસૂલવામાં આવશે. જાેરશોરથી હોર્ન વગાડનારા સામે લાલ આંખ કરી દંડાત્મક કાર્યવાહી કરાશે તેવું ટ્રાફિક એસીપી એસ. આર. ટંડેલે જણાવ્યું.
સુરત શહેરમાં ટ્રાફિક નિયમો મુદ્દે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે, શહેરમાં ગત પાંચ દિવસમાં વિવિધ ટ્રાફિક નિયમોના ભંગ બદલ કુલ ૯,૭૫૩ કેસો કરવામાં આવ્યા છે જેમાં સ્થળદંડ તેમજ ઇ-ચલણની કાર્યવાહી કરાઈ હતી. શહેર વિસ્તારમાં બનતા પ્રાણઘાતક અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો લાવવા તેમજ ટ્રાફિક નિયમનનાં સુચારુ સંચાલન માટે શહેર પોલીસ કમિશ્નર તથા સંયુક્ત પો.કમિશ્નર(ટ્રાફિક)ના માર્ગદર્શન મુજબ તા.૨૮/૧૧/૨૦૨૫થી તા.૦૨/૧૨/૨૦૨૫ દરમિયાન પાંચ દિવસમાં શહેરમાં સ્પેશિયલ ડ્રાઇવ યોજાઈ હતી. આ ડ્રાઈવ અંતર્ગત સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા રોંગ સાઈડ વાહન ચલાવતા વાહન ચાલકો, હેલ્મેટ વગર, ઑવર-સ્પીડીંગ, ટ્રાફિક-સિગ્નલ ભંગ કરતા વાહન-ચાલકો તથા ટ્રાફિકના અન્ય નિયમોના ભંગ બદલ સ્થળદંડ તેમજ ઈ-ચલણનો માધ્યમથી કુલ ૯,૭૫૩ કેસો કરવામાં આવ્યા હતા.




