
રાદડિયાએ કહ્યું-સમાજનો હું આભારી છું પાટીદારોની સૌથી જૂની સંસ્થાનું સંચાલન હવે રાદડિયાના હાથમાં નૂતન કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત લેઉવા પટેલ બોર્ડિંગના પ્રમુખ હવે જયેશ રાદડિયા બન્યા રાજકોટ સંચાલિત લેઉવા પટેલ બોર્ડિંગના નવનિર્માણ પામેલ અદ્યતન બિલ્ડીંગનો લોકાર્પણ સમારોહ (લેઉવા પટેલ બોર્ડિંગ / શ્રી સરદાર પટેલ વિદ્યા મંદિર) તથા શ્રી સરદાર વલ્લભભાઈ પ્રતિમા અનાવરણ સમારોહ યોજાયો હતો. ૬૬ વર્ષ જૂની સંસ્થાનું સંચાલન જયેશ રાદડિયાને સોંપાયું છે. મહત્વની બાબત એ છે કે, જયેશ રાદડિયા જે સંસ્થામાં ભણ્યા, તેનું જ સંચાલન તેઓને કરવાનો મોકો મળ્યો છે.
નૂતન કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત લેઉવા પટેલ બોર્ડિંગના પ્રમુખ હવે જયેશ રાદડિયા બન્યા છે. શામજીભાઈ ખૂંટને ૭૫ વર્ષ થતાં તેઓએ પોતે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ જયેશ રાદડિયાને સંચાલન સોંપ્યું છે. ૩૬ વર્ષ શામજીભાઈ ખૂંટે સંચાલન સાંભળ્યું હતું. વર્ષ ૧૯૬૬ માં લેઉવા પટેલ વોર્ડિંગ – મવડીનો પાયો નાંખવામાં આવ્યો હતો. હવે ૧૧ માળનું લેઉવા પટેલ સમાજની બોર્ડિંગનું બિલ્ડીંગ નવું બનાવાયું છે. ૧૫ વીઘા જગ્યામાં ૧૧૦ રૂમ અને ૪૫ કલાસ સાથેની સુવિધા ઉભી કરવામાં આવી છે. તેની સામે જ સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ અનાવરણ કરવામાં આવી છે. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિનું અનાવરણ ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું.
આ પ્રસંગે જય સરદારના નાદ સાથે જયેશ રાદડિયાએ સંબોધન કર્યું હતુ. તેઓએ કહ્યું કે, લેઉવા પાટીદાર સમાજની સૌથી જુની સંસ્થાઓ પૈકીની પ્રતિષ્ઠિત સંસ્થા “શ્રી લેઉવા પટેલ નુતન કેળવણી મંડળ-રાજકોટ(પટેલ બોર્ડીગ-મવડી)”ના પ્રમુખ તરીકેની જવાબદારી મને સોંપવા બદલ સંસ્થાના આદરણીય પ્રમુખ શામજીભાઈ ખુંટ તેમજ ઉપપ્રમુખ અરવિંદભાઈ તાળા તેમજ સન્માનીય ટ્રસ્ટીઓનો સહદય આભાર છે.
તેઓએ આગળ કહ્યું કે, આ સંસ્થાનું ભવિષ્યમાં ડેવલપમેન્ટ કરવામાં આવશે. આગામી દિવસોમાં પ્લાનિંગ જાહેર કરવામાં આવશે. નાની ઉંમરથી આ સમાજે મને જવાબદારી સોંપી છે. રાજકારણથી લઈ સમાજના અલગ અલગ સંસ્થાઓની જવાબદારી હું નિભાવુ છું. સમાજનો હું આભારી છું. સમાજના વિકાસના કામ આવે ત્યારે ગ્રામ્ય કક્ષા સુધી સમાજના ભવનો હોય કે પછી સમૂહ લગ્ન હોય, હું સમાજની જવાબદારી નિભાવીશ. સમાજની ઘણી અપેક્ષા હોય છે. રાજનીતિમાં બેઠો છું, ત્યારે સમાજના કામ કરી શકું તેવી સમાજને પણ આશા હોય. જવાબદારી પર ખરો ઉતરૂ અને જવાબદારી પૂર્ણ કરું.
તો ગતરોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે હતા. ચૂંટણી પહેલા કરોડો રૂપિયાના વિકાસકાર્યોને ખુલ્લા મૂક્યા હતા.
તેઓ રાજકોટ મહાનગરપાલિકાના ૭૫૧.૨૦ કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું ખાતમુર્હત-લોકાર્પણ કર્યું હતુ. તેમજ વિકાસકાર્યોમાં જંગલેશ્વરમાં ડિમોલેશન બાદ ખુલ્લા કરાયેલા ટીપી રોડનું પણ ખાતમુર્હત કરવામાં આવ્યું. તો આ ઉપરાંત અલગ અલગ વોર્ડમાં વિકાસકાર્યોને લીલીઝંડી અપાઈ.




