Junagadh Lok Sabha : ગુજરાતમાં લોકસભાની 25 બેઠકોનું પરિણામ જાહેર થઈ રહ્યું છે. ગુજરાતની 26 બેઠકો પૈકી જૂનાગઢ લોકસભા બેઠકનું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપે વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાએ ફરી એકવાર ભવ્ય વિજય તરફ અગ્રેસર છે. ભાજપના વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાથી 100106 મતથી આગળ ચાલી રહી છે. અંદાજિત બે લાખ મત ગણવાના બાકી છે. આ સાથે જ કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાની હારની શક્યતા વધી ગઈ છે. મતદાન પહેલા આ બેઠક ભાજપ માટે લોઢાના ચણા ચાવવા જેવી કઠીન બની હતી. પરંતુ જૂનાગઢવાસીઓએ ફરી એકવાર ભાજપના ઉમેદવાર પર પોતાની પસંદગી ઉતારી છે. આ બેઠક પર 58.80% મતદાન થયું હતું.
2019માં રાજેશ ચુડાસમાને 5,47,952 મત પ્રાપ્ત થયા. કોંગ્રેસના ઉમેદવાર પુજા વંશને 3,97,767 મત પ્રાપ્ત થયા અને રાજેશ ચુડાસમાનો 1,50, 185 મતે વિજય થયો હતો. જૂનાગઢમાં 7 લાખ 13 હજાર 524 મહિલાઓ અને 7 લાખ 72 હજાર 17 પુરૂષ મતદાતાઓ છે. જુનાગઢમાં અત્યાર સુધીમાં 17 લોકસભા ચૂંટણી યોજાઈ છે. જેમા ભાજપ અને કોંગ્રેસ સાત-સાત ચૂંટણી જીત્યા છે. શરૂઆતમાં જુનાગઢ બેઠક પર કોંગ્રેસ મજબુત સ્થિતિમાં રહી હતી. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી અહીં ભાજપનો દબદબો છે. 1991માં ભાજપના ભાવનાબેન ચીખલિયા સળંગ ચાર ચૂંટણી જીત્યા હતા.
2024માં કેટલું મતદાન થયું