
શાળા સંકુલમાં સાધ્વીઓના રહેણાંકનો મામલો.અમદાવાદ આત્મિય વિદ્યા નિકેતનને DEO ની નોટિસ.શૈક્ષણિક સંકુલના નિયમોના ભંગ બદલ આ પગલું લેવામાં આવ્યું છ.અમદાવાદ શહેરમાં આવેલી આત્મિય વિદ્યા નિકેતન શાળા વિવાદમાં આવી છે.
શાળા સંકુલમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ સિવાય રહેણાંક પ્રવૃત્તિઓ ચાલતી હોવાના કારણે જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા શાળાને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. શૈક્ષણિક સંકુલના નિયમોના ભંગ બદલ આ પગલું લેવામાં આવ્યું છે.
DEO દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું કે શાળા સંકુલના બિલ્ડિંગમાં જ મહિલા સાધ્વીઓ નિવાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ, શાળાના બિલ્ડિંગમાં આવેલા પાંચ રૂમ અને એક હૉલનો ઉપયોગ આ મહિલા સંતો દ્વારા રહેણાંક હેતુ માટે કરવામાં આવી રહ્યો છે. શૈક્ષણિક નિયમો અનુસાર, શાળા અથવા વિદ્યા સંકુલમાં કોઈપણ પ્રકારનું કાયમી રહેણાંક હોવું જાેઈએ નહીં, કારણ કે તેનાથી શૈક્ષણિક વાતાવરણ અને વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડવાની સંભાવના રહે છે. DEO ની નોટિસમાં શાળા સંચાલકોને ત્વરિત પગલાં લેવા અને આ રહેણાંક પ્રવૃત્તિ બંધ કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે. સંચાલકોને તાત્કાલિક ધોરણે મહિલા સાધ્વીઓને સંકુલમાંથી અન્ય જગ્યાએ ખસેડવા માટે આદેશ આપવામાં આવ્યો છે. જાે શાળા સંચાલકો દ્વારા આ સૂચનાનું ઝડપથી પાલન કરવામાં નહીં આવે, તો તેમની સામે દંડનીય કાર્યવાહી સહિતના કડક પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. આ નોટિસના કારણે શાળા સંચાલકોમાં દોડધામ મચી ગઈ છે.
