
અરવલ્લી જિલ્લાના શામળાજીનો મેશ્વો ડેમઓવરફલો : નદી કિનારાના ગામડાઓને
કરાયા એલર્ટ : લાંક અને વારાંશી જળાશયમાં ૩૦૦કયુસેક પાણીની થઈ આવક
અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે તો
બીજી તરફ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે શામળાજીના મેશ્વો ડેમમાં પાણીની આવક થઈ રહી છે અને ડેમ એલર્ટ મોડમાં છે. ત્યારે તંત્ર દ્વારા ભિલોડા તાલુકાના નદી કિનારાના ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા
છે. બે દિવસ ભારે વરસાદની આગાહી હોય જેથી જળાશયમાં પાણીની આવક સતત વધી રહેલ છે. શામળાજી ખાતે આવેલ મેશ્વો ડેમમાં ર૦૯ કયુસેક પાણીની આવક થઈ રહી છે. ૯૧ ટકા મેશ્વો ડેમ ભરાઈ ગયો છે અને પાણીની
સતત આવક ચાલુ રહેતા ઓવરફલો થયેલ ડેમમાંથી વેસ્ટ વીયર થી પાણીનો પ્રહાર મેશ્વો નદીમાં વહી રહ્યો છે. જેથી વહિવટી તંત્ર દ્વારા ભિલોડા તાલુકા પંચાયત દ્વારા મેશ્વો નદી કિનારાના ગામડાઓને એલર્ટ કરી દેવામાં
આવ્યા છે. ભિલોડા તાલુકાના શામળાજી, બહેચરપુરા, ભવાનપુર, ખેરંચા, ખારી, વીજાપુર, સોનપુર, વાંદીયોલ, બ્રહ્મપુરી, ગડાદર અને જાલીયા તથા આજુબાજુના અસર થઈ શકે તેવા હોય તમામ વિસ્તારોને જાણ કરવામાં આવેલ છે. તેમજ ગ્રામ પંચાયત તલાટીઓને પોતાનુ સ્થળ ન છોડવા માટે તંત્ર દ્વારા સુચનાઓ આપી દેવામાં આવી છે. અસરગ્રસ્ત વ્યકિતઓને સલામત સ્થળે ખસેડી દેવા તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે. તો બીજી તરફ લાંક અને વારાંશી તેમજ મેશ્વો ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે.
