
૨૨ લાખ નકલી મજૂરો હોવાનું સામે આવ્યું.ગુજરાતમાં મળતિયાઓને કમાણી કરાવતી યોજના બની મનરેગા.ગુજરાતમાં મનરેગા યોજના થકી આદિવાસીઓને રોજગાર આપવાનો માત્ર દેખાડો કરવામાં આવ્યો છ.ગુજરાતના ભ્રષ્ટાચારો પર પુસ્તક લખાય તેવી નોબત આવી ગઈ છે. હજી આ વર્ષે જ ભાજપના મંત્રીના પુત્રોએ આચરેલા મનરેગા કૌભાંડની વિગતો બહાર આવી હતી, ત્યાં વધુ એક મનરેગા કૌભાંડ ખૂલ્યું છે. જેમાં ૨૨ લાખ નકલી મજૂરો હોવાનું સામે આવ્યું છે.
૯ ડિસેમ્બરના રોજ લોકસભામાં રજૂ કરાયેલા નવા સત્તાવાર ડેટામાં ગુજરાતમાં મનરેગા હેઠળ મોટા પાયે કાઢી નાખવામાં આવેલા નામોની ચિંતાજનક તસવીર રજૂ કરવામાં આવી છે.
૨૦૧૯-૨૦ થી ૨૦૨૪-૨૫ સુધીમાં, ૭.૪૯ લાખથી વધુ જાેબ કાર્ડ કાઢી નાખવામાં આવ્યા હતા, અને લગભગ ૨૨.૬૮ લાખ કામદારોને જાેબ કાર્ડમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા, જે રાજ્યમાં પારદર્શિતા, પાત્રતા ચકાસણી અને ગ્રામીણ આજીવિકા સહાયના ભવિષ્ય પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
મંગળવારે લોકસભામાં એક નવા ડેટાના ખુલાસા અનુસાર, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાના ગુજરાતમાં અમલીકરણમાં પારદર્શિતા અને જવાબદારી પર ચર્ચા શરૂ થઈ છે. આંકડા કહે છે કે, ગુજરાતમાં જાેબ કાર્ડ ડિલીટ કરવાના કેસમાં વાર્ષિક ધોરણે વધારો જાેવા મળ્યો છે, જે ૨૦૧૯-૨૦માં ૪૦,૩૧૪ ડિલીટથી શરૂ થયો હતો, જે ૨૦૨૦-૨૧માં ૧,૩૧,૦૮૦ પર પહોંચ્યો, ૨૦૨૧-૨૨માં થોડો ઘટીને ૪૦,૨૮૯ પર પહોંચ્યો, અને ૨૦૨૨-૨૩માં ૧,૪૬,૧૪૧ ડિલીટ સાથે ફરીથી વધારો થયો.
ગુજરાતમાં મનરેગમાં મળતિયાઓને રૂપિયા કમાણી કરાવવામાં આવી રહી છે. આ યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યાં છે. ગુજરાતમાં મનરેગાાં ૨૨ લાખ નકલી મજૂરો હોવાનું સામે આવ્યું છે.
આ યોજના થકી આદિવાસીઓને રોજગાર આપવાનો માત્ર દેખાડો કરવામાં આવ્યો છે. ચોપડે જેટલા મજૂરો દર્શાવાયા હતા, તેટલા મજૂરો હકીકતમાં છે જ નહિ. ગુજરાતમાં મનરેગા યોજનામાં નકલી મજૂરોનો સિલસીલો છેક પાંચ વર્ષથી યથાવત છે.
આંકડો કહે છે કે, વર્ષ ૨૦૧૯-૨૦માં મનરેગા યોજનામાંથી ૧,૫૪,૬૫૪ મજૂરોના નામ રદ કરાયાં હતાં. જ્યારે વર્ષ ૨૦૨૩-૨૪માં આ સંખ્યા વધીને ૯,૭૫,૯૪૪ સુધી પહોંચી ગઇ છે. કેન્દ્ર સરકારે લોકસભામાં આંકડા રજૂ કર્યા છે. જેમાં મનરેગામાં ગુજરાતમાં ચાલતી ગેરરીતિને ખુલ્લી પાડવામાં આવી છે.
આ ઉપરાંત મનરેગા માટે જાેબકાર્ડ પણ બારોબાર તૈયાર કરવામાં આવી રહ્યાં છે. આ જાેતાં છેલ્લાં પાંચેક વર્ષમાં જ ૭,૪૯,૯૭૩ જાેબકાર્ડ કેન્સલ કરી દેવાયાં છે. આટલી મોટી સંખ્યામાં જાેબકાર્ડ કેમ રદ કરી દેવાયાં છે અને ૨૨,૬૮,૭૫૬ મજૂરોને કેમ મનરેગા યોજનામાંથી દૂર કરાયાં તે મુદ્દે ગુજરાત સરકારે હજુ સુધી ખુલાસો કર્યો નથી.
કેન્દ્ર સરકારના રિપોર્ટ આધારે એ વાત સાબિત થઈ છે કે, લાખો મજૂરોને ચોપડે જ દર્શાવી દેવાયાં છે. ૧૦૦ દિવસ રોજગારી આપવાનો દેખાડો કરવા મળતિયાઓના નામ બારોબાર મજૂરો તરીકે દર્શાવી દેવાયાં હોવાની પણ આશંકા છે.




