
સરકારી અને ધાર્મિક ઇમારતો માટે નવો નિયમ.અમદાવાદમાં સોલાર પેનલ વગર નહીં મળે BU પરમિશન.નવી સરકારી અને ધાર્મિક ઇમારતોમાં સોલાર પેનલ લગાવવી ફરજિયાત, સોલાર સિસ્ટમ નહીં હોય તો બિલ્ડિંગ યુઝ (BU) પરમિશન અટકશે.અમદાવાદ શહેરમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા અને વીજળીની બચત કરવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. હવે અમદાવાદમાં બનનારી નવી સરકારી અને ધાર્મિક ઇમારતોમાં સોલાર પેનલ લગાવવી ફરજિયાત કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે જે નવી ઇમારતોમાં સોલાર પેનલની વ્યવસ્થા નહીં હોય તેમને બિલ્ડિંગ યુઝ (BU) પરમિશન આપવામાં આવશે નહીં. છસ્ઝ્રના આ ર્નિણયથી શહેરમાં સોલાર એનર્જીના ઉપયોગને વેગ મળવાની શક્યતા છે.
AMC દ્વારા નવા બાંધકામો માટે સોલાર પેનલને લગતા નિયમો કડક બનાવવામાં આવ્યા છે. નવા સરકારી અને ધાર્મિક બિલ્ડિંગના બાંધકામ દરમિયાન જ સોલાર રૂફટોપ સિસ્ટમની વ્યવસ્થા કરવી પડશે.
જાે બાંધકામ પૂર્ણ થયા બાદ પણ સોલાર પેનલ લગાવવામાં નહીં આવી હોય તો સંબંધિત ઇમારતને BU પરમિશન નહીં મળે. એટલે કે બિલ્ડરો, સરકારી વિભાગો અને ધાર્મિક સંસ્થાઓએ હવે બાંધકામના આયોજન સાથે જ સોલાર સિસ્ટમનો સમાવેશ કરવો પડશે.અમદાવાદ શહેરમાં સોલાર એનર્જીનો વ્યાપ વધારવા માટે AMC દ્વારા અગાઉથી કામગીરી કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં શહેરની અંદાજે ૨૦૦ ધાર્મિક સંસ્થાઓમાં સોલાર પેનલ લગાવવામાં આવી છે.
આ સંસ્થાઓ હવે સોલાર ઊર્જાનો ઉપયોગ કરીને વીજળી મેળવી રહી છે. જ્યારે બાકી રહેલી અંદાજે ૧૪૫ ધાર્મિક સંસ્થાઓમાં પણ આગામી સમયમાં સોલાર પેનલ લગાવવાની કામગીરી પૂર્ણ કરવાનું આયોજન છે.
છસ્ઝ્રના આ ર્નિણય પાછળ મુખ્ય હેતુ પરંપરાગત વીજળી પરની ર્નિભરતા ઘટાડવાનો અને રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપવાનો છે. સોલાર પેનલથી વીજળીનું ઉત્પાદન થતાં સંસ્થાઓના વીજળી ખર્ચમાં ઘટાડો થઈ શકે છે. સાથે જ કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં પણ મદદ મળશે.
આ ર્નિણયના અમલથી અમદાવાદમાં નવા સરકારી અને ધાર્મિક બાંધકામોમાં સોલાર ઊર્જાનો ઉપયોગ વધશે. હવે નવા પ્રોજેક્ટ તૈયાર કરનાર સંચાલકો અને સંબંધિત વિભાગોએ BU પરમિશન મેળવવા માટે સોલાર વ્યવસ્થાને પણ પ્રાથમિકતા આપવી પડશે.




