
પ્રથમ વિશ્વ ધ્યાન દિવસે, બ્રહ્માકુમારીઝ સંસ્થા સાથે સંકળાયેલા 60,000 લોકો અમદાવાદ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે એક સાથે સામુહિક ધ્યાન કર્યું, જે એક વિશ્વ રેકોર્ડ બનાવ્યો. અને વૈશ્વિક શાંતિ માટે શક્તિશાળી સંકલ્પ વ્યક્ત કર્યો. સમગ્ર મેદાન પ્રકાશ, રંગ અને આધ્યાત્મિક ઉર્જા થી ઝળહળતું બની ગયું હતું.
આ કાર્યક્રમ ગુજરાત રાજ્યમાં બ્રહ્માકુમારી સંસ્થાની હીરક જયંતી (૬૦ વર્ષ) નિમિત્તે આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત ઉપરાંત ભારતના અન્ય રાજ્યો અને ૧૫ થી વધુ દેશોના ૨૦૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો.
સાંજે ૪ થી ૮ વાગ્યા સુધી આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં, ગુજરાતના વિવિધ ખૂણામાંથી ૧૦૦ કલાકારોએ જબરદસ્ત પ્રદર્શન આપ્યું
૬૦,૦૦૦ લોકોની હાજરી હોવા છતાં, આખું વાતાવરણ શાંતિની અનોખી અલૌકિક દુનિયામાં બદલાઈ ગયું. સફેદ વસ્ત્રધારી યોગી લોકો જાણે દેવદૂતો દેખાતા હતા. કાર્યક્રમનું ખાસ આકર્ષણ એ હતું કે, ૬૦ હજાર લોકોએ લાંબા સમયથી રાજયોગ ધ્યાનને અપનાવી પોતાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યું છે.
સમારોહ દરમિયાન સાત મૂલ્યો આધારિત સપ્તરંગી થીમ સાથે ગીત, સંગીત, નૃત્ય, કલા અને સંસ્કૃતિના અદભુત સંગમરૂપે ૧૦૦થી વધુ કલાકારોએ આધ્યાત્મિક રજૂઆત કરી, તેને નિહાળી લોકો એ ધન્યતાનો અનુભવ કર્યો. ૬૦ તપસ્વી રાજયોગીની બ્રહ્માકુમારી બહેનો કમળ આસન પર બેસી પવિત્રતાના પ્રતિકરૂપે ગહન ધ્યાનમાં લીન થયા, જે સમગ્ર વાતાવરણને અતિ પવિત્ર બનાવી ગયું અને લોકો એ ગહરી શાંતિ નો અનુભવ કર્યો.
આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારીઝના અધિક મુખ્ય પ્રશાસિકા રાજયોગીની બી.કે.જયંતી દીદી, મહામંત્રી બી.કે. કરુણા ભાઈ, અધિક મહામંત્રી બી.કે. મૃત્યુંજય ભાઈ, ગુજરાત ઝોન ડાયરેક્ટર ભારતી દીદી, આફ્રિકાના ડાયરેક્ટર વેદાંતી દીદી, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. નીરજા ગુપ્તા, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જે.એસ.મલિક સહીત ખુબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્યાલય માઉન્ટ આબુથી પણ મોટી સંખ્યામાં યોગી ભાઈ-બહેનોએ ખાસ ભાગ લીધો હતો.
આ પ્રસંગે રાજયોગિની જયંતિ દીદીએ કહ્યું કે – ‘યોગ અને ધ્યાન જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે. જે મન, બુદ્ધિ અને આત્મા વચ્ચે સંતુલન બનાવે છે. આજના અશાંતિના સમયમાં માનવ મનને શાંતિ તરફ દોરવાનો આ દિવ્ય પ્રયાસ છે. રાજયોગ મેડિટેશન દ્વારા જીવનને સુખ, શાંતિ અને આનંદથી ભરપૂર બનાવવાની પ્રેરણા આપી હતી. આધ્યાત્મિકતા અને મેડીટેશન એ જીવન ને વધુ સરળ અને સફળ બનાવે છે. બ્રહ્માકુમારીઝ સંસ્થા એ વિશ્વના ૧૪૦ દેશોમાં કરોડો લોકોમાં ભારતની શાશ્વત સંસ્કૃતિ અને જીવનશૈલીનું સિંચન કર્યું છે.
સમારોહ દરમિયાન બ્રહ્માકુમારીઝ ગુજરાતની ૬૦ વર્ષની ઈશ્વરીય સેવાઓની ઝલક દર્શાવતી વિશેષ રજૂઆત તેમજ પ્રતિષ્ઠિત મહાનુભાવોના શુભેચ્છા વિડિઓ સંદેશો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા. કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું, જેમાં ઘર બેઠા લાખો લોકોએ મનથી જોડાઈ સામૂહિક ધ્યાનનો લાભ લીધો. આ ઐતિહાસિક “શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહ”એ ઘર, પરિવાર, સમાજ, દેશ અને વિશ્વ શાંતિ માટે એક મજબૂત આધ્યાત્મિક સંદેશ આપ્યો અને ઉપસ્થિત દરેક વ્યક્તિના હૃદયમાં શાંતિની દિવ્ય અનુભૂતિ જગાવી.
એ નોંધનીય છે કે બ્રહ્માકુમારીઝ સંસ્થા વિશ્વની એકમાત્ર એવી સંસ્થા છે કે જેનું સંચાલન બહેનો દ્વારા કરવામાં આવે છે. વિશ્વના ૧૪૦ દેશોમાં ૮ હજારથી વધુ સેવાકેન્દ્રો ખાતે રાજયોગ ધ્યાન અને આધ્યાત્મિક જ્ઞાન નું કાર્ય અવિરત ચાલી રહ્યું છે.




