
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે અનામત વર્ગની બેઠકો પર સામાન્ય, ગરીબ અને શ્રમજીવી વર્ગને ઉમેદવારી કરવા મળી છે અને રાજકીય પક્ષોએ આ ઉમેદવારોને પસંદ કર્યા છે. અમદાવાદમાં વિશ્વ વિખ્યાત ગુર્જરી બજાર તરીકે ઓળખાતી રવિવારી બજારમાં પાથરણું પાથરીને ધંધો કરતાં આશા દંતાણીને કોંગ્રેસ તથા કલોલની ફેકટરીમાં ઝાડુ પોતું કરતાં ઉષા ચૌહાણને, મહેસાણામાં BJPના કાર્યલયમાં પટાવાળા તરીકે કામ કરતાં રમેશચંદ્ર ભીલને ,વડોદરાના સ્કુલવેનના ડ્રાઈવર ભૂપેન્દ્ર માછીને અને અમદાવાદના રિક્ષા ડ્રાઈવર દશરથ પટણીને BJP એ ઉમેદવાર બનાવ્યા છે.
તો બીજી તરફ ઘરનાજ લોકોને આમને-સામને ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે.સુરેન્દ્રનગરમાં સાસુ આમ આદમી પાર્ટી (AAP) માંથી અને પુત્રવધુ BJP માંથી ચૂંટણી લડી રહ્યા છે. અમરેલીમાં દેરાણી અને જેઠાણીએ ચૂંટણી જંગમાં સામસામે ઝુકાવ્યું છે. જેઠાણી BJP માંથી તો દેરાણી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે. અન્ય માં કોલેજીયનો પણ ચૂંટણી મેદાનમાં ચૂંટણી લડવાના મૂડમાં છે. ભાવનગરની કોલેજ-ગર્લ આર્ચી કુકડિયા કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહી છે તો બગસરા રહેતી અને નર્સિંગનો અભ્યાસ કરતી વિશ્વા નકુમ BJPની
ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઊભી છે.
આમ આ સમયની નગર પાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની થઈ રહેલી ચૂંટણીઓના પરિણામો કદાચ ચવચવ નો મુરબ્બો જેવા ચોંકાવનારા આવશે તો તોડજોડની રાજનીતિ ને વધુ વેગ મળશે અને “જીસકે તડ મે લડ્ડુ ઉસકે તડ મે હમ” એવો ઘાટ થાય નહીં તો જ નવાઈ??



