
પે એન્ડ યુઝની આ જાહેરમાર્ગની ઉભરાતી ગટર કયારે સાફ થશે?
સુરતના રાંદેર રોડ તાડવાડી વૃષભ ટાવરની સામે મુખ્ય રોડ ઉપર આવેલા પે એન્ડ યુઝ ની આ ઉભરાતી ગટરમાંથી બહાર આવતા મળ અને પેશાબના ગંદા પાણીની વાસ મારવાને કારણે ત્યાંના રહીશોની સાથે સાથે આજુબાજુ રસ્તે પસાર થનારા લોકો માટે પણ અસર થઈ પડયું છે. ત્યારે સુરત મ.ન.પા ના કમિશ્નર આ ઉભરાતી ગટરને તાત્કાલિક સાફ કરાવવા તંત્ર ને આદેશ કરે અને રોગચાળાથી ત્યાંના લોકોને બચાવે એ જ ઇચ્છનિય છે.
(તસવીર અને અહેવાલ છગનલાલ મેવાડા)



