
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ધ્વારા) સુરત
સુરત શહેર ના દિલ્હીગેટ વિસ્તારમાં ગોગામેડી ખાતે વાલ્મીકિ સમાજ ના પોતાના ઇષ્ટદેવ ભગવાન એવા ઝાહર વીર ગોગાજી મહારાજ ના મંદિર મા સ્થાપિત કરેલ મૂર્તિ ના 25 વર્ષ પૂરા થતાં મંદિર પ્રમુખ શ્રી વિજયભાઈ સુરતી અને મંત્રી શ્રી પરેશભાઈ ભગત સહિત ગોગા ભક્તો એ પાલખીયાત્રા સુરત ખાતે રાખેલ હતુ જેમા સુરત ના પ્રસિધ્ધ ભજન કલાકાર શ્રી નરેશભાઈ ખંભાતી ,રવિકુમાર સુરતી અને શ્યામભાઈ ટેનીયા અને તેમની મંડળી દ્વારા ગોગાવીર મહારાજ ના સોયલા તથા ભજન નો કાર્યક્રમ અને જાહેર ભંડારાનો કાર્યક્રમ તા.૨૦/૧૧/૨૦૨૬ ના રોજ શુક્રવારે સુંદર રીતે યોજવામાં આવેલ હતો. પાલખીયાત્રા ની શરૂઆત ઈન્દરપુરા ગધેવા ના થી કાઢવા મા આવેલ પાલખી યાત્રા મા મોટી સંખ્યા માં નાના મોટા ભાવિક ભક્તજનો જોડાયા હતાં તથા .મોટી સંખ્યામાં ભક્તજનોએ પોતાના ઇષ્ટદેવ ના દર્શન કરી મોડી રાત સુધી ભજન નો આનંદ લીધો હતો.આ કાર્યક્રમમાં રાજ્ય ના જુદા જુદા શહેરો થી ભાવિક ભક્ત જનો ઉપસ્થિત રહ્યા હતા.શશીકાંત સોલંકી,સતીશભાઈ સોલંકી ,ગિરીશભાઈ સુરતી,નંદકિશોર ભગત, રામચંદ્રભાઈ સોલંકી, ટી.સી ભાઈ અશોકભાઈ આર. સોલંકી તથા સમાજ ના ભાઈઓ -બહેનોએ પંચ પટેલશ્રીઓ વિગેરે આ કાર્યક્રમ ને સફળ બનાવવા સખ્ત મહેનત કરી પોતાના ઇષ્ટદેવ નું ઋણ ચૂકવવા ના પ્રયાસ કર્યા હતા.ગુજરાત પ્રદેશ વાલ્મીકિ સમાજ ના પ્રમુખ ભાઈલાલ વૈષ્ણવ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હાજર રહ્યા હતાં.




