
સુરત મહાનગરપાલિકાની યુનિયન ઓફિસોના રાત્રે ૧૨ વાગ્યે તાળાં સેન્ટ્રલ ઝોને ડેપ્યુ.કમિશ્નર નિધિ સિવાચના કહેવાથી તોડયા હતા.
યુનિયનોનો પોલીસ ફરિયાદ અંગે પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી, માત્ર ફરિયાદીઓના જવાબ લેવાયા પરંતુ મધ્યરાત્રિએ તાળાં તોડનારાના પોલીસ નિવેદન ક્યારે લેશે?
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત
નાસિર નગરના મકાનોના ડિમોલિશન થતાં જ કાયદો શું છે અને જાગૃત મીડિયાએ કોર્પોરેશન અને પોલીસ અધિકારીઓને ભીંસમાં લીધા છે.યુનિયન ઓફિસના તાળાં કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર રાતોરાત તાળાં તોડયા ત્યારે કાયદો ક્યાં હતો? કાયદાની મર્યાદાની વાતો કરનાર અધિકારી કાયદાની બહાર જઈ કઈ રીતે વર્તી શકે? યુનિયન ઓફિસના તાળાં તોડવામાં પણ સેન્ટ્રલ ઝોન અધિકારીઓએ ડેપ્યુ. કમિશ્નર નિધિ સિવાચ ના હુકમથી કામગીરી કરી છે. યુનિયન ઓફિસના તાળાં કોના હુકમથી તોડયા તેનો ખુલાશો નિધિ સિવાચ અને સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ કરે.
યુનિયન ઓફિસો ખાલી કરાવવામાં ૯૯૦૦ જેટલી ફાઈલો ગુમ કરી દીધી છે. યુનિયન ઓફિસોનો સામાન બહાર ખસેડવા માટે મ.ન.પા એ જુદા-જુદા ઝોનો માંથી ટ્રકો બોલાવી હતી. યુનિયન ઓફિસના સામાન તો બહાર ખુલ્લામાં જ ફેંકી દીધો ત્યારે મ.ન.પા ના અધિકારીઓ આ ટ્રકોમાં શું ભરી ગયા તે જાહેર કરે. ગુમ ફાઈલોની તપાસ કરનાર અધિકારીઓ ફાઈલો શોધવામાં ઝીણવટ ભરી તપાસ કરે તે જરૂરી છે.



