
ISRO કરશે મોટી મદદ ગુજરાતમાંથી ગાયબ થયેલી પૌરાણિક નદીને ફરીથી શોધાશે ગુજરાતમાં ક્યા વહેતી હતી સરસ્વતી નદી, આ નદીને શોધવા માટે કેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ભારતની પૌરાણિક વૈદિક નદી સરસ્વતીને પુર્નજીવિત કરવા માટે સરસ્વતી હેરિટેજ વિકાસ બોર્ડને હવે ઈસરોની મદદ મળશે. જે ગુજરાતમાં નદીની ધારા શોધવાનો પ્રયાસ કરશે. સરસ્વતી પુર્નજીવન મિશન અંતર્ગત પ્રોજેક્ટના રાજસ્થાન અને ગુજરાતમાં વિસ્તારની યોજના બનાવવામાં આવી છે. બોર્ડના માધ્યમથી અત્યાર સુધી હરિયાણામાં વિવિધ જળસ્ત્રોતોને જાેડતા અંદાજે ૪૦૦ કિલોમીટર વિસ્તારમા જળપ્રવાહ શરૂ કરાયો છે.
સરસ્વતી વિકાસ બોર્ડના વાઈસ ચેરમેન ધુમ્મનસિંહ કિરમિચ અને ઈસરોના અધિકારીઓની વચ્ચે હાલમાં જ અમદાવાદમાં આયોજિત બેઠકમાં સરસ્વતી રિવર પ્રોજેક્ટને ગુજરાતમાં ગતિ આપવા, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ તથા પરિયોજનાને અમલમાં લાવવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી.
આ બેઠકમાં ર્નિણય લેવાયો કે, સરસ્વતી નદી પરિયોજનાને ગુજરાતમાં જલ્દી જ શરૂ કરવામાં આવશે. આ માટે એક ખાસ ટીમ બનાવાઈ છે. આ ટીમ વિવિધ ટેકનિકલ, ભૂગર્ભીય અને જળ સંશાધન સંબંધી બાબતો પર કામ કરશે અને જરૂર પડવા પર અન્ય રાષ્ટ્રીય એજન્સીઓનો પણ સહયોગ લેવામાં આવશે.
ઈસરોની આધુનિક સ્પેસ ટેકનોલોજી, સેટેલાઈટ મેપિંગ અને ભૂ-વૈજ્ઞાનિક રિસર્ચની મદદથી સરસ્વતી નદીના પ્રાચીન માર્ગોની ઓળખ અને જળપ્રવાહની સંભાવનાઓ પર ગંભીરતાથી કામ કરવામાં આવશે. તેનાથી ગુજરાત અને રાજસ્થાનમાં સરસ્વતી નદી પુનજીવિત અભિયાનને નવી ગતિ મળશે. વૈદિક ગ્રંથ ઋગ્વેદમાં સરસ્વતી નદીનો ૭૭ વાર ઉલ્લેખ મળે છે. માન્યતા અનુસાર, આ નદી ઉત્તરાખંડના બંદરપૂંચ ગ્લેશિયરથી નીકળીને હરિયાણા, રાજસ્થાન થઈને ગુજરાતના રણ ઓફ કચ્છ સુધી ૨૫૦૦ કિલોમીટર
વિસ્તારમાં વહે છે. પંરતું સમય જતા તે લુપ્ત થઈ ગઈ.
ગત દિવસોમાં મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ ઉત્તરાખંડના પુષ્કર ધામી તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર. પાટીલ સાથે આ મુદ્દે ચર્ચા કરીને પ્રોજેક્ટ આગળ વધારવાની વાત કરી હતી. હાલ ટીમ જળ પ્રવાહ, ભૂજળ પુર્નભરણ, પ્રાચીન નદીના માર્ગની ઓળખ તથા સાંસ્કૃતિક ધરોહર સંરક્ષણ જેવા વિવિધ આયામો પર સતત કામ કરી રહી છે.
વૈજ્ઞાનિકોએ પ્રયાગરાજમાં ગંગા અને યમુના નદીની વચ્ચે આધુનિક ઉપકરણોની મદદથી એક મોટું રિસર્ચ થયું છે. જેમાં જમીનમાં એક દબાયેલી પૈલિયો નદીની ચેનલ મલી છે. તેનો આકાર એવો જ છે, જેવો ગંગા અને યમુના નદીનો છે. શું આ એ જ સરસ્વતી નદી છે, જેના વિસે કહેવાય છે કે તે પ્રાચીન કાળમાં લુપ્ત થઈ ગઈ હતી.
ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં સદીઓથી પ્રયાગરાજને ત્રણ નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનું સંગમ કહેવાય છે, તેમાં ગંગા અને યમુના તો એવી જ છે, પરંતુ સરસ્વતી નદી ક્યાંય દેખાતી નત. સરસ્વતી નદી વિશે કહેવાય છે કે, તે અદ્રશ્ય થઈ ચૂકી છે. તેમ છતાં સંગમ ઘાટ પર ગંગા અને યમુનાી સાથે સરસ્વતી નદીની પણ પૂજા થાય છે. દેશના એક મોટા સંશોધનમાં દાવો કરાયો છે કે, જમીનની નીચે એક ત્રીજી દબાયેલી નદીની ચેનલના પાક્કા સાયન્ટીફિક સબૂત મળ્યાં છે.
એક રિપોર્ટ અનુસાર, વૈજ્ઞાનિક તથા Council of Scientific & Industrial Research y™u National Geophysical Research Institute, હૈદરાબાદના રિસર્ચ કરનારાઓએ પ્રયાગરાજની પાસે એડવાન્સ્ડ એરબોર્ન જિયોફિજિકલ ટેકનિક અને કન્ફર્મેટરી ડ્રિલિંગનો ઉપયોગ કરીને ગંગા-યમુનાની વચ્ચે વહેતી એક પેલિયો નદીની ઓળખ થઈ છે. પેલિયો નદી બહુ જ જૂની નદી છે, જે ક્યારેક સપાટી પર વહેતી છે. પરંતું હવે માટીની પરત નીચે દબાયેલી છે. હવે એ વાત પાક્કી થઈ ગઈ કે, સપાટી પર દેખાનારી ગંગા અને યમુના વચ્ચે એક ત્રીજી મોટી નદીની ચેનલ પણ છે. જે સમયની પરતની નીચે દબાયેલી છે. પછી ભલે કોઈ તેને પેલિયા નદી કહે કે, કોઈ તેને સરસ્વતી નદીના સબૂત માને. આ શોધ પ્રયાગરોજના સંગમને વધુ ગાઢ બનાવે છે.



