
મુકેશ ખન્નાની શક્તિમાન સાથે આ ફિલ્મનો કોઈ સંબંધ નથી અભિનેતા અલ્લુ અર્જૂન વધુ એક સુપરહીરો આધારિત ફિલ્મ કરશે હું બેસિલની આગામી ડિરેક્ટોરીયલ ફિલ્મ માટે સ્ક્રીનપ્લે લખી રહ્યા હતા. દુર્ભાગ્યે, ફિલ્મ ફ્લોર પર જઈ શકી નહીં : અરૂણ
છેલ્લા ઘણા વર્ષાેથી મલયાલમ ડિરેક્ટર બેસિલ જાેસેફ દ્વારા શક્તિમાનને સિલ્વર સ્ક્રીન પર લાવવાની ચર્ચા ચાલી રહી છે. હવે તેમની ટીમે આ અંગે સ્પષ્ટતા કરી છે. જ્યારથી મલયાલમ ફિલ્મમેકર-અભિનેતા બેસિલ જાેસેફની ૨૦૨૧ની મિન્નલ મુરલી દેશભરમાં ચર્ચામાં આવી, ત્યારથી જ મુકેશ ખન્નાની ૯૦ના દાયકાની લોકપ્રિય ટીવી સીરિઝ શક્તિમાનને ફિલ્મ સ્વરૂપે બનાવવાની ચર્ચા તેજ બની ગઈ હતી. પહેલા રણવીર સિંહનું નામ આ પ્રોજેક્ટ સાથે જાેડાયું હતું, ત્યારબાદ તાજેતરમાં એવી અટકળો ઉઠી હતી કે બેસિલે આ સ્ક્રિપ્ટ અલ્લુ અર્જુનને સંભળાવી છે. હવે આ મામલે થોડું સ્પષ્ટ ચિત્ર સામે આવ્યું છે.એક રેડિયો પોડકાસ્ટપર ફિલ્મના ડિરેક્ટર અરુણ અનિરુધમે શક્તિમાન પ્રોજેક્ટ વિશે વાત કરી. તેમણે કહ્યું, “પોલસન (સ્કારિયા) અને હું બેસિલની આગામી ડિરેક્ટોરીયલ ફિલ્મ માટે સ્ક્રીનપ્લે લખી રહ્યા હતા. દુર્ભાગ્યે, ફિલ્મ ફ્લોર પર જઈ શકી નહીં. તે એક બહુ મોટી ફિલ્મ હોવાની હતી — શક્તિમાન. હવે તે બનશે કે નહીં તેની મને ખબર નથી; મામલો ઘણો જટિલ છે.”પરંતુ જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ જે નવી ફિલ્મ પર કામ કરી રહ્યા છે તે શક્તિમાન છે કે નહીં, ત્યારે અરુણે સ્પષ્ટ કહ્યું, “ના, ના. આ ફિલ્મનો શક્તિમાન સાથે કોઈ સંબંધ નથી. તે સંપૂર્ણ અલગ બાબત છે અને તેની તમામ અપડેટ્સ ટૂંક સમયમાં શેર કરવામાં આવશે.”



