
સોનાનો પણ ઓલ ટાઇમ હાઇ રૅકોર્ડ.ચાંદીમાં એક જ દિવસમાં ૮૪૦૦નો ઐતિહાસિક ઉછાળો.સોનાનો ભાવ રૂ.૧,૦૬૪ના ઉછાળા સાથે રૂ.૧,૩૯,૧૬૧ પ્રતિ ૧૦ ગ્રામની રૅકોર્ડ સપાટીએ પહોંચી ગયો હતો.વૈશ્વિક બજારોમાંથી મળેલા મજબૂત સંકેતો અને ઘરેલુ બજારમાં રોકાણકારોની ભારે ખરીદીને પગલે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX)) પર સોના અને ચાંદીના ભાવમાં શુક્રવારે ઐતિહાસિક ઉછાળો જાેવા મળ્યો હતો.
ચાંદીના ભાવમાં તોફાની તેજી જાેવા મળી હતી, જ્યારે સોનાએ પણ નવી સર્વોચ્ચ સપાટી બનાવી હતી, જેના કારણે બુલિયન માર્કેટમાં રોકાણકારોમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો.
સ્ઝ્રઠ પર ફેબ્રુઆરી ૨૦૨૬ વાયદાના સોનાનો ભાવ રૂ.૧,૦૬૪ના ઉછાળા સાથે રૂ.૧,૩૯,૧૬૧ પ્રતિ ૧૦ ગ્રામની રૅકોર્ડ સપાટીએ પહોંચી ગયો હતો. જાેકે, ખરી તેજી ચાંદીમાં જાેવા મળી હતી. માર્ચ ૨૦૨૬ વાયદાના ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામે રૂ.૮,૪૪૯નો જબરદસ્ત ઉછાળો નોંધાયો હતો, અને ભાવ રૂ.૨,૩૨,૨૩૯ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. શુક્રવારે શરુઆતી વેપારમાં ચાંદીના વાયદાના ભાવ રૂ.૮,૦૦૦થી વધુ ઉછળીને રૂ.૨,૩૨,૭૪૧ પ્રતિ કિલોગ્રામની નવી ટોચે પહોંચ્યા હતા.
બજારના નિષ્ણાતોના મતે, આ અભૂતપૂર્વ તેજી પાછળ આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ પરિબળો જવાબદાર છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં, યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા ભવિષ્યમાં વ્યાજદરમાં ઘટાડો થવાની સંભાવનાઓને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે. આ ઉપરાંત, વધતા ભૌગોલિક-રાજકીય તણાવને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદી તરફ વળ્યા છે. ચાંદીના ભાવમાં થયેલા મોટા ઉછાળા પાછળ વૈશ્વિક સ્તરે પુરવઠાની અછત, મજબૂત ઔદ્યોગિક માંગ અને ભારતીય આયાતમાં વધારો જેવા કારણો મુખ્ય છે. સપ્લાય ચેઇનમાં વિક્ષેપ પણ આ તેજી પાછળ એક મુખ્ય પરિબળ છે. વિશ્વભરની કેન્દ્રીય બૅંકો દ્વારા સોનાની સતત ખરીદી પણ ભાવ વધારાને ટેકો આપી રહી છે. ડૉલર સામે રૂપિયાના મૂલ્યમાં થતી વધઘટ પણ સ્થાનિક બજારમાં સોના-ચાંદીના ભાવને પ્રભાવિત કરે છે.
વર્ષ ૨૦૨૫ સોના અને ચાંદી બંને માટે અત્યંત ફાયદાકારક રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ૭૦%થી વધુનો ઉછાળો આવ્યો છે, જે ૧૯૭૯ પછીનો સૌથી મોટો વાર્ષિક વધારો છે. જ્યારે ચાંદીના ભાવમાં ૧૫૦%થી વધુનો અકલ્પનીય ઉછાળો જાેવા મળ્યો છે. રોકાણકારો હવે એ વાત પર નજર રાખી રહ્યા છે કે શું આ તેજી નવા વર્ષમાં પણ ચાલુ રહેશે કે કેમ.




