
પર્વતીય વિસ્તારોમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ એક્ટિવ થઈ.હવામાન વિભાગે આગાહી કરી છે કે પશ્ચિમી વિક્ષેપ દિલ્હી, રાજસ્થાન અને પંજાબના ઘણા વિસ્તારોમાં વરસાદ લાવી શકે છે.પર્વતીય વિસ્તારોમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ એક્ટિવ થઈ રહ્યો છે, જેના કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને લેહ-લદ્દાખમાં ભારે હિમવર્ષા થવાની ધારણા છે. જ્યારે મેદાની વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. દરમિયાન, દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસ અને ઝેરી હવાએ તબાહી મચાવી છે.ITO અને રફી માર્ગ જેવા વિસ્તારોમાં AQI 434 અને ૪૧૭ નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ શિયાળામાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના ઘણા વિસ્તારોમાં પર્વતોમાં લગભગ કોઈ હિમવર્ષા થઈ નથી. આ પરિસ્થિતિ પાછલા વર્ષોની તુલનામાં અત્યંત ચિંતાજનક છે. અત્યાર સુધી થયેલા પશ્ચિમી વિક્ષેપો નબળા પડ્યા છે અને મોટાભાગે ઉત્તર તરફ વળ્યા છે, જેના કારણે બરફવર્ષા પર અસર પડી છે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે અને આજે એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ સક્રિય થઈ રહ્યો છે, ત્યારબાદ સતત બે પશ્ચિમી વિક્ષેપો શરૂ થઈ રહ્યા છે. આના કારણે ૨૦ જાન્યુઆરીએ હિમાલયના રાજ્યોમાં ભારે હિમવર્ષા થવાની ધારણા છે, જ્યારે મેદાની વિસ્તારો – દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના ઘણા ભાગોમાં ૨૩ થી ૨૫ જાન્યુઆરી દરમિયાન સારો એવો વરસાદ પડવાની શક્યતા છે.
ઝેરી હવા અને ધુમ્મસે ફરી એકવાર દિલ્હી-એનસીઆરને ઘેરી લીધું છે. સોમવારે સવારે પણ રાજધાની સહિત સમગ્ર એનસીઆરમાં ધુમ્મસનું જાડું સ્તર છવાઈ ગયું હતું, જેના કારણે ઘણા વિસ્તારોમાં દૃશ્યતા ઘટી ગઈ હતી. વધુમાં હવાની ગુણવત્તાનું સ્તર ગંભીર શ્રેણીમાં પહોંચી ગયું છે, જેનાથી આરોગ્ય માટે જાેખમો વધુ વધી રહ્યા છે.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) અનુસાર, દિલ્હીમાં સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક (AQI) ૪૪૪ પર પહોંચી ગયો છે, જે ગંભીર કેટેગરીમાં આવે છે. આ આંકડો શનિવારના ૪૦૦ કરતા નોંધપાત્ર રીતે વધારે છે.ITO જેવા કેટલાક વિસ્તારોમાં AQI ૪૩૪ અને રફી માર્ગ નજીક ૪૧૭ નોંધાયું હતું. પડોશી શહેરોમાં પણ પરિસ્થિતિ ચિંતાજનક હતી, નોઈડાનો AQI ૪૩૦ અને ગુરુગ્રામનો ૩૭૮ પર પહોંચ્યો છે.




