
હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું.કેરલમમાં ચોમાસું પોતાના નિર્ધારિત સમયથી ૬ દિવસ પહેલા પહોંચી શકે.ચોમાસાના આગમથી દક્ષિણ ભારતમાં ગરમીથી રાહત મળશે અને ખરીફ પાકના વાવેતર માટે અનુકૂળ હવામાન બનશે.ભારતીય હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની કેરલમ પહોંચવાની સંભવિત તારીખ ૨૬ મે જાહેર કરી છે. સામાન્ય તિથિ ૧ જૂનની તુલનામાં તે છ દિવસ પહેલા છે. ચોમાસાના આગમનની સાથે દેશભરમાં ગરમીથી રાહત મળવાની આશા છે અને ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ બની શકે છે.
ૈંસ્ડ્ઢએ સ્પષ્ટ કર્યું કે કેરળમાં ચોમાસાની શરૂઆત ભારતીય મુખ્ય ભૂમિ પર દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આગળ વધવાનો મુખ્ય સંકેત માનવામાં આવે છે. આ ગરમી અને શુષ્ક હવામાનથી વર્ષા ઋતુમાં ફેરફારનું પ્રતીક પણ છે. ચોમાસાના ઉત્તર તરફ વધવાની સાથે દેશના વિવિધ ભાગમાં તાપમાનમાં ઘટાડો નોંધાય છે.
હવામાન વિભાગનું કહેવું છે કે છેલ્લા ૨૧ વર્ષમાં IMD નું પૂર્વાનુમાન મોટા ભાગે સટીક સાબિત થયું છે. માત્ર ૨૦૧૫મા અનુમાન વાસ્તવિક સ્થિતિથી અલગ રહ્યું હતું. તાજેતરના છ વર્ષના આંકડા ચોમાસા પર હવામાન વિભાગની વિશ્વસનીયતાને વધુ મજબૂત કરે છે.
આ સિવાય ચોમાસાના આગમન પહેલા દક્ષિણ ભારતમાં વરસાદ થઈ રહ્યો છે. ૧૫-૧૯ મે દરમિયાન કેરળ, માહે, સમુદ્રી આંધ્ર પ્રદેશનો વિસ્તાર, યનમ, રાયલસીમા, આંતરિક કર્ણાટક, લક્ષદ્વીપમાં વરસાદની સંભાવના છે. ૧૫-૧૭ મે દરમિયાન તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ. ૧૬-૧૭ મેએ કેરળ, માહે, ૧૫ મેએ લક્ષદ્વીપમાં વરસાદ પડશે.
હવામાન વૈજ્ઞાનિકોનું માનવું છે કે સમય પહેલા ચોમાસું કેરળ પહોંચવાથી દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો થશે. તે ખરીફ પાકની વાવણી માટે ફાયદાકારક સાબિત થશે. જેનાથી ખેડૂતોને સમય પર પાક વાવણીની તક મળશે.



