
રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર સાધ્યું નિશાન.ઇન્દોરમાં પાણી નહીં, ઝેર વહેંચાયું અને વહીવતટી તંત્ર ઘોરનિદ્રામાં રહ્યું.ઘર-ઘરે માતમ છે, ગરીબો લાચાર છે અને ઉપરથી ભાજપ નેતાઓના અહંકારી નિવેદનો આપી રહ્યા છે.મધ્ય પ્રદેશના ઇન્દોરમાં દૂષિત પાણીને કારણે અનેક લોકોના મોત થતાં આખા દેશમાં ભારે હડકંપ મચી ગયો છે. ત્યારે હવે આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે શુક્રવારે (૨ જાન્યુઆરી ૨૦૨૬) આરોપ લગાવ્યો કે ભાજપ શાસિત મધ્ય પ્રદેશ કુપ્રશાસનનું કેન્દ્ર બની ગયું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગરીબોના મોત પર હંમેશાની જેમ મૌન છે.
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, ઇન્દોરમાં પાણી નહીં, ઝેર વહેંચાયું અને વહીવતટી તંત્ર ઘોરનિદ્રામાં રહ્યું. ઘર-ઘરે માતમ છે, ગરીબો લાચાર છે અને ઉપરથી ભાજપ નેતાઓના અહંકારી નિવેદનો આપી રહ્યા છે. જેમના ઘરોમાં ચૂલ્હો બુઝાયો છે, તેમને સાંત્વના આપવાની હતી, સરકારે ઘમંડ પીરસી દીધું. તેમણે સવાલ ઉઠાવ્યો કે લોકોએ વારંવાર ગંદા, દુર્ગંધયુક્ત પાણીની ફરિયાદ કરી તો પછી તેમની ફરિયાદ કેમ સાંભળવામાં ન આવી?
લોકસભામાં વિપક્ષના નેતાએ કહ્યું, સીવર પીવાના પાણીમાં કેવી રીતે ભળ્યું? સમયસર સપ્લાય બંધ કેમ ન થયું? જવાબદાર અધિકારીઓ અને નેતાઓ પર કાર્યવાહી ક્યારે થશે? આ ફોકટના સવાલો નથી, આ જવાબદારીની માંગ છે. સ્વચ્છ પાણી ઉપકાર નથી, જીવનનો અધિકાર છે અને આ અધિકારની હત્યા માટે ભાજપનું ડબલ એન્જિન, તેનું બેદરકાર વહીવટીતંત્ર અને અસંવેદનશીલ નેતૃત્વ સંપૂર્ણપણે જવાબદાર છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે,મધ્ય પ્રદેશ હવે કુપ્રશાસનનું કેન્દ્ર બની ગયું છે. ક્યાંક ખાંસીની સિરપથી મોત, ક્યાંક સરકારી હોસ્પિટલમાં બાળકોના જીવ લેનારા ઉંદરો અને હવે સીવર મિશ્રિત પાણી પીવાથી મોત. જ્યારે-જ્યારે ગરીબ મરે છે, મોદીજી હંમેશાની જેમ મૌન રહે છે.
ઇન્દોરના મેયર પુષ્યમિત્ર ભાર્ગવે શુક્રવારે કહ્યું કે તેમને શહેરના ભાગીરથપુરા વિસ્તારમાં દૂષિત પાણી પીવાથી ફેલાયેલા ઉલટી-ઝાડાના પ્રકોપથી ૧૦ લોકોના મોતની માહિતી મળી છે. સ્થાનિક નાગરિકોએ આ પ્રકોપથી ૬ મહિનાના બાળક સહિત ૧૪ લોકોના મોતનો દાવો કર્યો છે. આ દાવાની આરોગ્ય વિભાગે પુષ્ટિ કરી નથી.




