
વિકાસ ત્રિપાઠી નામના વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી મામલે કોર્ટે સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે.કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે નાગરિકતા મામલે નોટિસ ફટકારી છે. વિકાસ ત્રિપાઠી નામના વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી મામલે કોર્ટે સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો છે. નોંધનીય છે કે અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે સોનિયા ગાંધીએ વર્ષ ૧૯૮૩માં ૩૦મી એપ્રિલે ભારતની નાગરિકતા મેળવી હતી. જાેકે તે પહેલા ૧૯૮૦ની દિલ્હીના મતદારોની યાદીમાં તેમનું નામ હતું. જે બાદમાં ૧૯૮૨માં ડિલીટ કરવામાં આવ્યું. અરજીમાં સવાલ કરાયો છે કે શું મતદાર યાદીમાં કોઈ છેતરપિંડી કરાઈ હતી? શું ખોટા દસ્તાવેજાે આપવામાં આવ્યા હતા? આજે જ સોનિયા ગાંધીનો ૭૯મો જન્મદિન પણ છે. વડાપ્રધાન મોદીએ તેમને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને શુભકામનાઓ પાઠવી હતી.




