
ભારત-બાંગ્લાદેશ વચ્ચે પાકિસ્તાન જેવી હાલત થઈ.BCCIએ ટીમ ઈંડિયાનો બાંગ્લાદેશ પ્રવાસ સ્થગિત કર્યો.કેકેઆરે મુસ્તાફિઝુર રહેમાનને IPLમાં થી બહાર કર્યો.ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ક્રિકેટ સંબંધ અત્યાર સુધીના સૌથી નીચા સ્તર પર જતાં દેખાઈ રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શનિવારે ૨૦૨૬માં બાંગ્લાદેશના નિશ્ચિત પ્રવાસ પર રોક લગાવી દીધી છે. આ પ્રવાસની ઘોષણા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે હાલમાં જ કરી છે.ધ ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, બીસીસીઆઈ હવે આ પ્રવાસ માટે ભારત સરકારની મંજૂરી લેશે. તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધ ભારત-પાકિસ્તાન જેવા થવાની સંભાવના વધી ગઈ છે. જ્યાં બંને ટીમો ખાલી ગ્લોબલ ઇવેન્ટ્સમાં ન્યૂટ્રલ જગ્યા પર એકબીજા વિરુદ્ધ રમશે.
ભારત-બાંગ્લાદેશ વચ્ચે આ સિરીઝ ૨૦૨૫માં થવાની હતી, પણ બંને દેશો વચ્ચે ખરાબ સંબંધોના કારણે તેને ટાળી દેવામાં આવી. ડિસેમ્બરમાં ભારત અને બાંગ્લાદેશની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે એક સિરીઝ પણ ટળી ગઈ. એક્સપ્રેસ અનુસાર, બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે, અમે ગત વર્ષે પણ બાંગ્લાદેશ નથી ગયા. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પોતાનું ઇન્ટરનેશનલ ક્રિકેટ કેલેન્ડર જાહેર કર્યું પણ તે મુશ્કેલ લાગી રહ્યું છે, કેમ કે કોઈ પણ બીજા દેશમાં રમવા માટે અમારે ભારત સરકારની મંજૂરી જાેઈએ. જ્યાં સુધી ટી૨૦ વર્લ્ડ કપની વાત છે. બાંગ્લાદેશ ભારતમાં નિશ્ચિત કરેલા શિડ્યૂલ હિસાબથી મેચ રમશે. ભારત અને બાંગ્લાદેશ દાયકાઓથી પાડોશી દેશ હતા. ગત વર્ષે શેખ હસીના સરકારને હિંસક રીતે હટાવ્યા બાદ સંબંધોમાં ખટાશ આવી ગઈ. મુહમ્મદ યૂનુસના નેતૃત્વવાળી નવી વચગાળાની સરકારનું ડિપ્લોમેટિક વલણ ખૂબ જ અલગ છે અને તે ઘરેલૂ અસ્થિરતા અને ભારત વિરોધી ભાવનાથી પીડિત છે. તેની અસર રમત પર પણ પડી રહી છે. અમુક ભારતીય ધાર્મિક જૂથોએ કોલકાતા નાઈટ રાઈડર્સને ધમકી આપી હતી કે તે બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાનને પોતાની ટીમમાંથી કાઢે. જ્યારે તેમણે આઈપીએલ ૨૦૨૬ની હરાજીમાં તેને ૯.૨ કરોડ રુપિયામાં સાઈન કર્યો હતો. ભારે હોબાળા બાદ કેકેઆરે રહેમાનને આઈપીએલની આગામી સિઝનમાંથી બહાર કરી દીધો છે.
લોકોએ તર્ક આપ્યો કે બાંગ્લાદેશમાં હિન્દુ અલ્પસંખ્યકો પર હુમલાની વચ્ચે મુસ્તફિઝુરને આઈપીએલમાં લેવો ખોટી વાત છે. આ દરમ્યાન તેમના ટીકાકારોએ કહ્યું કે ન તો મુસ્તફિઝુર કે અન્ય કોઈ બાંગ્લાદેશી ખેલાડીઓને હિંસા સાથે કોઈ લેવા દેવા હતું અને ક્રિકેટનો ઉપયોગ રાજકીય મેસેજ આપવા તરીકે ન કરવો જાેઈએ, ખાલી રમત અને એક પાડોશી દેશ સાથે સોફ્ટ પાવરને નુકસાન કરે છે. જાે કે શનિવારે પહેલા બીસીસીઆઈએ કહ્યું કે તેમણે કેકેઆરને મુસ્તફિઝુરને રિલીઝ કરવાનો નિર્દેશ આપ્યો હતો, અને ફ્રેન્ચાઈઝીએ પણ એવું જ કર્યું.




