
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સને ૧૯૭૫ ની કટોકટીની ઘોષણા ની વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ ગયા મંગળવારે પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયા ખાતે “લોકશાહી માટે જોખમો અને આગળના પડકારો” વિષય પર એક ચર્ચાનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ દેશના ચાર અગ્રણી માનવ અધિકાર સંગઠનો પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (PUCL) દિલ્હી, પીપલ્સ યુનિયન ફોર ડેમોક્રેટિક રાઇટ્સ (PUDR) , સિટીઝન ફોર ડેમોક્રેસી(CFD), અને જન હસ્તક્ષેપ દ્વારા રાખવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં કાનૂની નિષ્ણાતો, પત્રકારો અને નાગરિક અધિકાર કાર્યકરોને કટોકટીના પાઠ પર ચિંતન કરવા અને ભારતની લોકશાહી સંસ્થાઓ સામેના સમકાલીન પડકારોનું મૂલ્યાંકન કરવા માટે એકત્ર કરવામાં આવ્યા હતા. કાંરવાના સંપાદક હતોર્ષ બાલે એ દલીલ કરી હતી કે, કટોકટી ઔપચારિક રીતે જન આંદોલન અને ચૂંટણી હાર દ્વારા સમાપ્ત થઈ હતી. જ્યારે આજે ભારતીય લોકશાહી સામેના પડકારો મૂળભૂત રીતે અલગ છે. કટોકટીના સમયગાળામાં અખબારો પર ખુલ્લેઆમ સેન્સર શીપ લાદવામાં આવી હતી. આજે સમકાલીન મુખ્ય પ્રવાના મીડિયા મોટેભાગે ઔપચારિક સેન્સરશિપ સાથે કાર્ય કરે છે. કારણ કે તેની માલિકી શાસક સંસ્થાની વિચારધારા સાથે વ્યાપક પણે જોડાયેલી છે.
આજના સમયમાં મીડિયામાં માલિકી શક્તિશાળી વ્યવસાયિક હિતોના હાથમાં કેન્દ્રીત છે. તેમણે (સંપાદક હતોર્ષ બાલે) દલીલ કરી હતી કે શ્રીમંત ઔદ્યોગિક જૂથોએ ઐતિહાસિક રીતે મીડિયા પર નોંધપાત્ર પ્રભાવ પાડ્યો છે અને દાવો કર્યો હતો કે તેમની અખબારો ની રાજકીય અને વૈચારિક સહાનુભૂતિ ઘણીવાર હિન્દુત્વ સાથે સુસંગત રહી છે. તેમણે (બાલે) વધુમાં જણાવ્યું હતું કે આર્થિક ઉદારીકરણે સમાચાર સંગઠનો પર કોર્પોરેટ પ્રભાવને વધુ મજબૂત બનાવ્યો છે. અને ખાસ કરીને સ્વતંત્ર ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ અને યુટ્યુબ ચેનલ ના ઉદ્દભવે આજે લોકોને સત્ય જાણવા મળી રહ્યુ છે. પરંતુ આવી ચેનલને સતત ગ્રાઉન્ડ રિપોર્ટિંગ માટે જરૂરી નાણાંકીય સાધનોનો અભાવ છે. એ પણ કડવી વાસ્તવિકતા છે.જે સ્વીકારવી જ રહી.



