
ઇન્ડિગો હાલમાં દેશના એવિયેશન ક્ષેત્રમાં ૬૫ ટકા બજારહિસ્સો ધરાવે છે.ઇન્ડિગોની કટોકટી પછી ત્રણ નવી એરલાઇન્સને સરકારની મંજૂરી.ઇન્ડિગોની કટોકટીને પગલે દેશમાં વિમાન યાત્રા ઠપ થઈ હતી, તેથી સરકાર આ ક્ષેત્રમાં વધુ એરલાઇન્સ લાવવા માગે છે, દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની અભૂતપૂર્વ કટોકટીને પગલે વિમાની પ્રવાસીઓને નડેલી ગંભીર સમસ્યાઓને પગલે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે અલ હિંદ એર અને ફ્લાય એક્સપ્રેસ નામની બે નવી એરલાઇન્સને મંજૂરી આપી છે. આ બંને એરલાઇન્સ આગામી વર્ષથી કાર્યરત બનશે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશ સ્થિત શંખ એર પણ ૨૦૨૬માં વિમાન સેવા ચાલુ કરે તેવી ધારણા છે. આ બે નવી એરલાઇન્સથી બજારમાં ઇન્ડિગોના વર્ચસ્વ સામે પડકાર ઊભો થશે. ઇન્ડિગો હાલમાં દેશના એવિયેશન ક્ષેત્રમાં ૬૫ ટકા બજારહિસ્સો ધરાવે છે.શંખ એરને પહેલાથી જ નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મળ્યું હતું.
નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે નવી એરલાઇન્સ શંખ એર, અલ હિન્દ એર અને ફ્લાયએક્સપ્રેસની ટીમો સાથે મુલાકાત કરી હતી. શંખ એરને અગાઉ મંત્રાલયે NOC આપ્યું હતું, જ્યારે અલ હિન્દ એર અને ફ્લાયએક્સપ્રેસને આ સપ્તાહે NOCઅપાયું છે.ઇન્ડિગોની કટોકટીને પગલે દેશમાં વિમાન યાત્રા ઠપ થઈ હતી, તેથી સરકાર આ ક્ષેત્રમાં વધુ એરલાઇન્સ લાવવા માગે છે. હાલમાં ઇન્ડિગો અને એર ઇન્ડિયા ગ્રુપ ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં આશરે ૯૦ ટકા બજારહિસ્સો ધરાવે છે. અલ હિંદ એરના પ્રમોટર કેરળ સ્થિત અલહિંદ ગ્રુપ છે. અલ હિંદ એર રિજનલ કોમ્યુટર એરલાઇન તરીકે પદાર્પણ કરશે. કોચીમાં હબ સાથે અલહિન્દ એર તેના ઓપરેશનલ બેઝના સેટઅપ માટે કોચીન ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (CIAL) સાથે સહયોગ કરી કરી રહી છે.




