
‘સંસદ ચલો’ માર્ચ લીક થયેલી વોટ્સએપ ચેટથી હિંસા ભડકાવવાના કાવતરાનો ખુલાસા સીજેપીના વિરોધ પ્રદર્શન દરમિયાન નેટવર્ક વગર કનેક્ટિવિટી જાળવવા અને હિંસા ફેલાવવા અંગે થઈ હતી વાતચીત પાટનગરમાં કૉકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ફાટી નીકળેલી હિંસાની પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. હિંસાને લઈને કાવતરાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દિલ્હી પોલીસે હિંસક બનેલા સીજેપીના ‘સંસદ ચલો’માર્ચની તપાસ શરૂ કરી દીધી છે. દરમિયાન પ્રદર્શનકારીઓ વચ્ચે કથિત રીતે થયેલા કેટલાક ચેટ મેસેજ સામે આવ્યા છે. જેનાથી ખ્યાલ આવે છે કે પ્રદર્શનકારીઓ પાસે સંભવિત ઇન્ટરનેટ બંધ દરમિયાન કનેક્ટિવિટી જાળવી રાખવાની તૈયારી છે. જ્યારે કેટલાક મેસેજ આ હેતુ માટે જીવનું બલિદાન આપવાની તૈયારી તરફ ઈશારો કરે છે. સૂત્રોએ મંગળવારે જણાવ્યું હતું કે તપાસકર્તાઓ કોઈપણ નિષ્કર્ષ કાઢતા પહેલા ચેટની સત્યતા અને સંડોવાયેલા વ્યક્તિઓની ઓળખ ચકાસી રહ્યા હતા. પોલીસના એક સૂત્રએ જણાવ્યું હતું કે કેટલાક કથિત મેસેજમાં ઇન્ટરનેટ સર્વિસ બંધ થવાની સ્થિતિમાં વાતચીત કરવા માટેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં યુઝર માર્ચ દરમિયાન સંપર્કમાં રહેવા અને જાણકારી આપવા માટે અન્ય રીતોની ચર્ચા કરી રહ્યા હતા.તે ગ્રુપની વાતચીતને ઍક્સેસ કરી છે જે કથિત હિંસા સમયની થઈ હતી, જેમાં ૧૧૮ પોલીસ કર્મચારીઓ અને ૭૦ વિરોધીઓ ઘાયલ થયા હતા અને ૧૫ થી ૨૦થી વધુ સરકારી વાહનોને નુકસાન થયું હતું. એક કથિત ચેટમાં લખવામાં આવ્યું હતું કે “વિરોધ સ્થળ પર પહોંચ્યા પછી બની શકે છે કે તમારા ડિવાઈસમાં નેટવર્ક ના હોય. પોલીસે છેલ્લી વખતે નેટવર્ક જામરનો ઉપયોગ કર્યાે હતો અને આ વખતે પણ કરી શકે છે. જાેકે, તમે જે ગ્રુપ સાથે આવ્યા છો તેમાં કનેક્ટેડ રહેવું ખૂબ જ જરૂરી છે.




