
યુવરાજે ટીમ મેનેજમેન્ટ સાથે ભવિષ્ય અંગે સ્પષ્ટ વાતચીત કરી રોહિત-કોહલી અંગે સ્પષ્ટતા જરૂરી, જયસ્વાલને તક આપવી જાેઈએ રોહિત શર્માએ લોર્ડ્ઝ ખાતે ત્રીજી વન-ડેમાં ૧૧૦ બોલમાં ધમાકેદાર ૧૩૮ રન ફટકારીને નિવૃત્તિની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું હતું
હમણા તો તમામનું ફોકસ રોહિત શર્મા અને વિરાટ કોહલી પર છે પરંતુ ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંઘનું માનવું છે કે આ તબક્કે તેને યશસ્વી જયસ્વાલની વધુ ચિંતા છે, કેમ કે આ યુવાન ઓપનર તેની છેલ્લી ત્રણ વન-ડે ઇનિંગ્સમાં બે સદી ફટકારવા છતાં બહાર બેસી રહેવા મજબૂર છે.યુવરાજે ટીમ મેનેજમેન્ટ અને રોહિત શર્મા-વિરાટ કોહલી વચ્ચે તેમના ભવિષ્ય અંગે સ્પષ્ટ વાતચીત હોવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ત્યારબાદ તેણે ભારતીય થિંક ટેન્કને અપીલ કરી હતી કે જાે આવતા વર્ષે સાઉથ આળિકા, નામિબિયા અને ઝિમ્બાબ્વેમાં યોજાનારા વન-ડે વર્લ્ડ કપમાં તેમને રાખવાની યોજના હોય, તો “તેમને પૂરેપૂરો ટેકો આપવો જાેઈએ”.યુવરાજે જણાવ્યું હતું કે “વિરાટ અને રોહિત કરતાં મને વધુ ચિંતા એ વાતની છે કે યશસ્વી જયસ્વાલને પ્લેઇંગ ઇલેવનમાં તક નથી મળી રહી. જાે વર્લ્ડ કપ આવી જાય અને તેને પૂરતી મેચ રમાડવામાં ન આવે, તો તે અચાનક દબાણ અનુભવશે.”ઇંગ્લેન્ડ સામે રવિવારે રમાયેલી ત્રણ મેચની શ્રેણી ભારત ૧-૨થી હારી ગયું હતું, જેમાં રોહિત શર્માએ લોર્ડ્ઝ ખાતે ત્રીજી વન-ડેમાં ૧૧૦ બોલમાં ધમાકેદાર ૧૩૮ રન ફટકારીને નિવૃત્તિની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું હતું, જ્યારે કોહલી પણ સતત બે અડધી સદી સાથે શાનદાર ફોર્મમાં નજરે પડ્યો હતો.૨૦૧૧ના વર્લ્ડ કપ વિજેતા સ્ટાર ઓલરાઉન્ડરે કહ્યું હતું કે “કોચ, કેપ્ટન અને સિલેક્ટર્સ, જે કોઈ પણ હોય, તેમની પાસેથી આ બંને દિગ્ગજના ભાવિ અંગે સ્પષ્ટતા હોવી જરૂરી છે.”“હું તે જ સ્થિતિમાં રહી ચૂક્યો છું, જેમાં અત્યારે રોહિત અને કોહલી પોતાને અનુભવી રહ્યા છે. તેથી, તેઓએ રમવું જાેઈએ કે નહીં તેનો ર્નિણય લેવાનો અધિકાર આપણને નથી. આ ર્નિણય ટીમ મેનેજમેન્ટ, કોચ અને સિલેક્ટર્સે લેવાનો છે.” તેમ યુવરાજે ઉમેર્યું હતું.




