
નિતિન નવીને આપ્યો મુંહતોડ પલટવાર કોંગ્રેસના રાહુલ ગાંધીની પોસ્ટ- જ્ઞાનેશ જશે, આ સરકાર જશે તેમનો દેશને અસ્થિર કરવાનો ઇરાદો: નિતિન નવીન CJP પ્રદર્શન પહેલા રાહુલ ગાંધીએ ઠ પર પોસ્ટ કરતા દાવો કર્યો છે કે જ્ઞાનેશ કુમાર પોતાના પદ પરથી જશે અને તેમની સરકાર આવશે. વળી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે કોકરોચ જનતા પાર્ટી (CJP) ના પ્રદર્શન પહેલા રાહુલ ગાંધી, કોંગ્રેસ અને INDIA ગઠબંધન પર તીખો હુમલો કર્યો છે. તેમણે તેને દેશને અસ્થિર કરવાનો પ્રયાસ ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે ભારત આ પ્રયાસોનો કડકાઈથી જવાબ આપશે અને આવી તાકાતોના મનસૂબા સફળ થવા દેવામાં આવશે નહીં.
રાહુલ ગાંધીએ ઠ પર પોસ્ટ કરતા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે પોસ્ટ કરીને કહ્યું કે જ્ઞાનેશ કુમાર જશે, તેમની સરકાર આવશે અને પછી શરૂ થશે લોકશાહીની મરમ્મત. જણાવી દઈએ કે, શુક્રવારે રાહુલ ગાંધી અને INDIA ગઠબંધનના અન્ય સાંસદોએ આ મુદ્દા પર રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરી હતી.
ભાજપ અધ્યક્ષ નિતિન નવીને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. આરોપ લગાવ્યો કે કેટલાક લોકો અર્બન નક્સલ માનસિકતા સાથે દેશને અસ્થિર કરવામાં લાગેલા છે. તેમણે કહ્યું કે ભાજપ વિકસિત ભારતના નિર્માણ અને વિકાસ પ્રત્યે પ્રતિબદ્ધ છે અને આવી તમામ તાકાતો સાથે કડકાઈથી નિપટશે.
નિતિન નવીને રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે તેમના મનસૂબા પૂરા થશે નહીં. સાથે જ, તેમણે અરવિંદ કેજરીવાલ અને INDIA ગઠબંધન પર પણ હુમલો કર્યો. તેમણે કહ્યું કે CJP ના કથિત નેતાઓ જે પ્રકારની નિવેદનબાજી કરી રહ્યા છે, તેને દેશના યુવાનો જાેઈ રહ્યા છે. લોકશાહીને પડકાર આપવાના આવા પ્રયાસોને દેશની જનતા સ્વીકારશે નહીં.
નિતિન નવીને INDIA ગઠબંધન અને CJP પર નિશાન સાધતા કહ્યું કે જનતાએ તેમને નકારી દીધા છે. તેમણે કહ્યું, જનતાએ જ્યારે તેમને નકારી દીધા, લોકશાહીએ સજા આપી તો તેનાથી શીખવાની જગ્યાએ તમે આ દેશને અસ્થિર કરવાનો ઇરાદો બનાવી લીધો.
ભાજપ અધ્યક્ષે રાહુલ ગાંધી પર તીખો હુમલો કરતા કહ્યું કે કેટલાક લોકો વિદેશી તાકાતોના સહારે રાજકારણ કરી રહ્યા છે અને તેમના નાપાક ઇરાદા ક્યારેય પૂરા નહીં થાય.
તેમણે આને જનાદેશનું અપમાન ગણાવતા કહ્યું કે વિવિધ રાજ્યોમાં સતત મળી રહેલી ચૂંટણી હાર વિપક્ષની હતાશાને બતાવે છે.




