
કેશ રિઝર્વ અને હેજિંગના ૪ નવા નિયમ લાગુ રૂપિયો રેકોર્ડ તળિયે પહોંચતાં આખરે રિઝર્વ બેન્ક એક્શનમાં રૂપિયામાં સટ્ટાખોરી અટકાવવા અને ઓઇલ કંપનીઓની ડોલરની જરૂરિયાતો પૂરી કરવા સ્પેશિયલ વિન્ડોની જાહેરાત કરાઈ અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયામાં થઈ રહેલા સતત ધોવાણને રોકવા અને રૂપિયાને સપોર્ટ કરવા માટે ભારતીય રિઝર્વ બૅન્ક (RBI) એ શ્રેણીબદ્ધ મહત્ત્વના ર્નિણયો લીધા છે. રૂપિયામાં સટ્ટાખોરી રોકવા અને ઓઇલ કંપનીઓની વિદેશી હૂંડિયામણની જરૂરિયાતો પૂરી કરવા માટે RBI એ સ્પેશિયલ વિંડો સહિતના કડક ઉપાયોની જાહેરાત કરી છે. શુક્રવારે ડોલર સામે રૂપિયો ૯૬.૭૩ના સ્તરે બંધ થયો હતો, જે તેના ઓલ-ટાઈમ લો (૯૬.૯૬)ની ખૂબ નજીક પહોંચી ગયો હતો. આ સ્થિતિને પહોંચી વળવા માટે જ આ પગલાં લેવામાં આવ્યા છે.
સોમવાર, ૧૨ ઓક્ટોબર ૨૦૨૬થી અમલમાં આવનારી આ વ્યવસ્થા હેઠળ RBI અધિકૃત બૅન્કો દ્વારા દેશની ત્રણ મુખ્ય સરકારી ઓઇલ કંપનીઓ IOCL, HPCL અને BPCL તેમની દૈનિક જરૂરિયાત મુજબ ડોલર પૂરા પાડશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલની ખરીદી મુખ્યત્વે ડોલરમાં થતી હોવાથી, આ વિંડો દ્વારા ઓઇલ કંપનીઓને ડોલર મેળવવામાં સરળતા રહેશે અને ખુલ્લા બજાર પરથી ડોલરની માંગનું દબાણ ઘટશે. આ સુવિધા આગામી આદેશ સુધી ચાલુ રહેશે.
સટ્ટાખોરી અને ચલણમાં અસ્થિરતા રોકવા માટે ઇમ્ૈંએ ફોરેક્સ ડેરિવેટિવ્ઝના નિયમોમાં પણ ફેરફાર કર્યા છે:
સીમામાં ઘટાડો: વિદેશી ચલણ ડેરિવેટિવ ટ્રેડિંગની મર્યાદા ૧૦૦ મિલિયન ડોલરથી ઘટાડીને માત્ર ૫ મિલિયન ડોલર કરી દેવામાં આવી છે.
૨૦% ફોરેક્સ રિસ્ક રિઝર્વ (FERR): ૨૦ લાખ ડોલરથી વધુના કરારો માટે રજિસ્ટર્ડ ડીલરોએ ટ્રાન્ઝેક્શનના મૂલ્યના ૨૦% જેટલી રોકડ રકમ આરબીઆઈ પાસે અનામત તરીકે રાખવી પડશે. ડબલ હેજિંગ રોકવા સખત દસ્તાવેજીકરણ: એક જ જાેખમ સામે બે અલગ-અલગ ડીલરો પાસેથી હેજિંગ (ડબલ હેજિંગ) ન થાય તે માટે ગ્રાહકો પાસેથી લેખિત વચનપત્ર લેવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. નિષ્ણાતોના મતે, આરબીઆઈના આ કડક પગલાંથી ડોલરની સટ્ટાકીય માંગમાં ઘટાડો થશે અને ટૂંકા ગાળામાં રૂપિયાની અસ્થિરતામાંથી રાહત મળશે. જાેકે, રૂપિયાનું ભવિષ્ય આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતો, વિદેશી રોકાણ અને વૈશ્વિક બજારના વલણ પર ર્નિભર રહેશે. ઉલ્લેખનીય છે કે, ૨ ઓક્ટોબરે પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું વિદેશી હૂંડિયામણ ભંડાર (Forex Reserve) ૧૨.૯૫ અબજ ડોલર ઘટીને ૭૩૪.૬૦ અબજ ડોલર નોંધાયું હતું.




