
બંધારણીય સુધારા માટે કુલ ૩૬૦ સાંસદોના સમર્થનની જરૂર મહિલા અનામત-સીમાંકન બિલ માટે વિશેષ સત્રની તૈયારી બિલ પસાર કરવા ટીએમસી, શિવસેનામાંથી આવેલા ૨૬, એનસીપીના આઠ સાંસદોનો ટેકો મળવાની સરકારને આશા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને એસઆઇઆરના વિરોધ વચ્ચે કેન્દ્ર સરકાર આ મહિનાના અંત સુધીમાં સંસદમાં વિશેષ સત્ર બોલાવી શકે છે. મહિલા અનામત અને લોકસભાની બેઠકોના સીમાંકનના બિલોને લઇને સરકાર આ વિશેષ સત્ર બોલાવવાની તૈયારીમાં છે. કેમ કે સરકારને એવો વિશ્વાસ છે કે સંસદમાં તેની પાસે બિલ પસાર કરાય એટલી બહુમત થઇ જશે.આ પહેલા બજેટ સત્ર દરમિયાન ૧૭મી એપ્રીલના લોકસભા અને વિધાનસભાઓમાં મહિલા અનામત લાગુ કરવા તેમજ તેની સાથે જ જાેડાયેલ લોકસભાની બેઠકોના સિમાંકન માટેના બિલો પસાર નહોતી કરાવી શકી. કેમ કે તે સમયે સરકાર પાસે સંસદમાં બહુમતનો આંકડો નહોતો. બંધારણીય સુધારા માટે સંસદમાં બહુમતની જરૂર હોય છે. હાલ આ બિલ પાસ કરાવવા માટે સરકારને ૩૬૦ બેઠકોની જરૂર છે. લોકસભામાં હાલ ૫૪૦ બેઠકો છે. તૃણમુલ કોંગ્રેસ તેમજ શિવસેના (યુબીટી)ના સાંસદોએ સત્તાપક્ષમાં સામેલ થઇને સંસદના આંકડામાં મોટો ફેરફાર કરી નાખ્યો છે.વર્તમાન એનડીએ પાસે સંસદમાં બહુમત તો છે પરંતુ આ બિલ પસાર કરવા માટે જાેઇએ એટલા આંકડા નથી. તાજેતરમાં જ તૃણમુલ કોંગ્રેસના ૨૦ અને શિવસેનાના છ સાંસદો સત્તાપક્ષમાં ભળી ગયા હતા. એવામાં સરકારને હાલ શરદ પવારના પક્ષ એનસીપી પાસેથી પણ ટેકો મળવાની આશા છે જેના આઠ સાંસદો છે. બીજી તરફ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ મુદ્દે ફરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. ચોમાસુ સત્રથી અત્યાર સુધી ખડગે મોદીને ચોથી વખત પત્ર લખી ચુક્યા છે. ખડગેએ કહ્યું છે કે ચોમાસુ સત્ર સ્થગિત કરવામાં આવ્યું ત્યારથી લઇને અત્યાર સુધી ૬૪ દિવસ પસાર થઇ ચુક્યા છે. હું ચોથી વખત સરકારને કહેવા માગુ છું કે કોઇ પણ ર્નિણય લેતા પહેલા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવે. ફરી એક વખત બિલ પર બુલડોઝર ફેરવવાનું કામ ના કરશો. સર્વપક્ષીય બેઠક બોલાવો અને લોકસભાની બેઠકોના સિમાંકન પર ચર્ચા કરો.નકશા જુઓ




