Chhattisgarh BJP : ચૂંટણી પંચની સૂચના પર છત્તીસગઢ બીજેપીના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી ત્રણ ‘વાંધાજનક’ પોસ્ટ ડિલીટ કરવામાં આવી છે. આ ઉપરાંત પાર્ટીને ભવિષ્યમાં આવી પોસ્ટ ન કરવા સામે કડક ચેતવણી પણ આપવામાં આવી છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ચૂંટણી પંચે આ પોસ્ટને લઈને બીજેપી અને ઈન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાનો સંપર્ક કર્યો હતો, ત્યારબાદ 24 મેના રોજ ત્રણ પોસ્ટ હટાવી દેવામાં આવી હતી.
રિપોર્ટ અનુસાર, રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી રાની કંગાલેએ કહ્યું કે તેણે ભાજપના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી ત્રણ વાંધાજનક પોસ્ટ હટાવી દીધી છે અને ભવિષ્યમાં આવી પોસ્ટ અપલોડ ન કરવાની કડક ચેતવણી આપી છે.
પોસ્ટમાં શું હતું?
-પ્રથમ પોસ્ટ 15 મેના રોજ અપલોડ કરવામાં આવી. એનિમેટેડ વિડિયોમાં કથિત રીતે કેપ અને લીલા કપડા પહેરેલો એક વ્યક્તિ એક મહિલાને લૂંટતો દેખાતો હતો. જ્યારે મહિલા મદદ માટે પૂછે છે, ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું એક કેરિકેચર મહિલાનું પર્સ લઈને પુરુષને આપે છે. વીડિયોને 2,637 લાઈક્સ મળી છે.
-બીજી પોસ્ટ 20મી મેના રોજ અપલોડ કરવામાં આવી. આ એક ફોટો હતો જેમાં રાહુલ ગાંધીનું કેરિકેચર એક મહિલા પાસેથી મંગળસૂત્ર છીનવીને બીજા પુરુષને આપી રહ્યું છે.
-ત્રીજી પોસ્ટ 23 મેના રોજ છત્તીસગઢ બીજેપીના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી હતી. એનિમેટેડ વિડિયોમાં રાહુલ ગાંધીને ‘મુસ્લિમ’ લેબલવાળા મોટા ઈંડા અને ‘SC’, ‘ST’ અને ‘OBC’ લેબલવાળા નાના ઈંડા પકડાવેલા દેખાડવામાં આવ્યા હતા. પછી ‘મુસ્લિમ’ ઇંડામાંથી નીકળેલું બાળક મોટું થાય છે અને બીજાને માળામાંથી બહાર ધકેલી દે છે. આ પોસ્ટને 1,040 લાઈક્સ મળી છે. કર્ણાટક બીજેપી એકાઉન્ટ પરથી 7 મેના રોજ પણ આ જ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો.
ભાજપે શું આપ્યો ખુલાસો?
ભાજપનું કહેવું છે કે તે પોસ્ટમાં કંઈ વાંધાજનક નથી અને તેઓ માત્ર કોંગ્રેસના મેનિફેસ્ટોને નિશાન બનાવી રહ્યા છે. છત્તીસગઢ ભાજપના સોશિયલ મીડિયા સેલના સોમેશ પાંડેએ કહ્યું કે,
આ પ્રથમ વખત નથી!
30 એપ્રિલના રોજ, ભાજપે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ (@bjp4india) પર એક રીલ પોસ્ટ કરી હતી. વિડીયોમાં, ભાજપે કોંગ્રેસ પાર્ટી પર તેના ‘વર્ણન’નો પુનરોચ્ચાર કર્યો હતો કે કોંગ્રેસ આક્રમણખોરો અને લૂંટારાઓના સમુદાયના લોકોને સશક્તિકરણ કરી રહી છે. ઘણા Instagram વપરાશકર્તાઓએ આ રીલને ‘ખોટી માહિતી’ અને ‘અપ્રિય ભાષણ’ તરીકે જાણ કરી હતી. થોડા દિવસો બાદ આ વીડિયો ભાજપના હેન્ડલ પરથી ગાયબ થઈ ગયો. જોકે, એ સ્પષ્ટ નથી થયું કે ભાજપે પોતે જ આ વીડિયો હટાવ્યો છે કે ઈન્સ્ટાગ્રામે ભારે વાંધો ઉઠાવ્યા બાદ તેને હટાવી દીધો છે.
કર્ણાટક ભાજપે 4 મેના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક એનિમેટેડ વીડિયો પોસ્ટ કર્યો હતો. અનામત વિવાદને લઈને બનેલા આ વીડિયોમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના કાર્ટૂન બતાવવામાં આવ્યા છે. આ વીડિયોને લઈને કોંગ્રેસ પાર્ટી તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. જે બાદ કોંગ્રેસે 5 મેના રોજ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. આરોપ છે કે ભાજપ વીડિયો દ્વારા કર્ણાટકમાં રમખાણો ભડકાવવા માંગે છે.