
૧૫૦ જિલ્લામાં પેટ્રોલ અને ૧૫૬ જિલ્લામાં ડિઝલનું વેચાણ ૩૦% વધ્યું LPG રીટેલર્સને ૩૦ દિવસનો રિઝર્વ સ્ટોક રાખવા સરકારની સૂચના દેશમાં ન્ઁય્નું ઉત્પાદન દૈનિક ૫૨,૦૦૦ ટનની સર્વાેચ્ચ સપાટીએ, ઈંધણની અછત નહીં હોવાનું પેટ્રોલિયમ મંત્રાલયનું આશ્વાસન
સરકાર સંચાલિત કંપનીના LPG રીટેલર્સને માગના ઓછામાં ઓછા ૩૦ દિવસનો રીઝર્વ સ્ટોક રાખવા સૂચના અપાઈ છે. પશ્ચિમ એશિયામાં તણાવના કારણે પુરવઠો ખોરવાઈ જવાની આશંકાના પગલે પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા આ ર્નિણય લેવાયો છે. મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે, સ્ટ્રેટેજિક રીઝર્વ્સ માટે સરકાર પ્રયત્નશીલ છે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને લઘુતમ ૩૦ દિવસનો LPG રીઝર્વ જાળવવા સૂચના અપાઈ છે. સરકારે ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમને અતિરક્ત સ્ટોરેજ માટેનું આયોજન કરવા જણાવ્યું છે.દેશમાં ૪૦ ટકા ક્રુડ, ૬૫ ટકા કુદરતી ગેસ અને ૯૦ ટકા ન્ઁય્ સપ્લાય ખાડી દેશોમાંથી આવે છે. કાચું ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસ પ્રાપ્ત કરવામાં સરકાર સફળ રહી હોવાથી પેટ્રોલ-ડિઝલ અને ફર્ટિલાઈઝર, સીએનજી, પીએનજી વગેરેમાં તકલીફ પડી નથી. LPG પુરવઠામાં વિક્ષેપના કારણે કમર્શિયલ વપરાશકારો પર નિયંત્રણ મૂકાયા હતા. ભારતે ક્રૂડ ઓઈલ સ્ટોરેજ કેપેસિટી વધારવા પગલાં ભર્યા છે. કોઈ પણ સ્થળે LPG જથ્થો ખૂટ્યો હોવાની ફરિયાદ સરકાર સમક્ષ થઈ નથી.ઘણાં સ્થળે પેટ્રોલ પંપ પર અસામાન્ય ખરીદી થઈ હોવાનું ધ્યાને આવ્યું છે. ૧૫૦થી વધુ જિલ્લામાં પેટ્રોલનું વેચાણ ૩૦ ટકા વધ્યું છે અને ૧૪ જિલ્લામાં પેટ્રોલનું વેચાણ બમણું થયું છે. ૧૫૬ જિલ્લામાં ડિઝલનું વેચાણ ૩૦ ટકા વધ્યું છે અને ૬ જિલ્લામાં ૧૦૦ ટકા વધારો થયો છે. ખાનગી રીટેલર્સના ડિઝલ વેચાણમાં ૩૮ ટકા ઘટાડો આવ્યો છે, જ્યારે સરકારી કંપનીના કેન્દ્રો પર બલ્ક ડિઝલનું વેચાણ ૨૯ ટકા ઘટ્યું છે.



