
કોઈ વિદેશી તાકાતના પ્રભાવમાં ન આવવું જાેઈએ ટુકડે-ટુકડે ગેંગ વાળા Gen Z ઢ ન બની શકે : નીતિન નવીન ભારતના અસલી Gen Z તે છે જે પોતાનું કરિયર બનાવે છે અને સાથે-સાથે દેશના વિકાસમાં પણ યોગદાન આપે છે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને સોમવારે કહ્યું કે, ભારતના અસલી Gen Z તે છે જે પોતાનું કરિયર બનાવે છે અને સાથે-સાથે દેશના વિકાસમાં પણ યોગદાન આપે છે. જે લોકો સંવિધાન, સંસ્કૃતિ અને દેશની એકતા પર સવાલ ઉઠાવે છે, તેઓ અસલી Gen Z નથી. તેલંગાણાના ત્રણ દિવસના પ્રવાસે પહોંચેલા નીતિન નવીને હૈદરાબાદની એક એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતી વખતે આ વાત કહી. વિદ્યાર્થીઓને સંબોધતાં તેમણે કહ્યું કે, આજે વિશ્વભરમાં Gen Z ની ઘણી ચર્ચા થાય છે, પરંતુ ભારતના યુવાનોની વિચારસરણી અને કાર્યપદ્ધતિ સાવ અલગ છે.
નીતિન નવીને કોઈનું નામ લીધા વગર કહ્યું કે, “ટુકડે-ટુકડે ગેંગ જેવી વિચારસરણી ધરાવનારા, દેશને વિભાજિત કરવાના નારા લગાવનારા અને ભારતના સંવિધાન, સંસ્કૃતિ તેમજ દેશની આત્મા પર સવાલ ઉઠાવનારા લોકો ભારતના Gen Z નથી.” તેમણે કહ્યું કે, “ટુકડે-ટુકડે ગેંગવાળા Gen Z ના બની શકે.” તેમણે આવા લોકોને ઓળખવાની અને યુવાનોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસોનો લોકતાંત્રિક રીતે જવાબ આપવાની અપીલ પણ કરી.
તેમણે કહ્યું કે, આજકાલ આખી દુનિયામાં Gen Z ને લઈને ઘણી ચર્ચા થાય છે. ઘણા દેશમાં યુવાઓના આંદોલનોને Gen Z આંદોલન કહેવામાં આવે છે, પરંતુ ભારતના યુવાઓના વિચાર અને કાર્ય પદ્ધતિ સાવ અલગ છે. તેમણે કહ્યું કે, ભારતીય યુવાઓ વ્યવસ્થા વિરોધી નથી, પરંતુ દેશના નિર્માણ અને વિકાસમાં પોતાની ભૂમિકા ભજવવામાં માને છે.
વિદ્યાર્થીઓને સંબોધિત કરતા ભાજપના અધ્યક્ષે કહ્યું કે, જે યુવાઓ સ્ટાર્ટઅપ શરૂ કરી રહ્યા છે, નવી ટેક્નોલોજી વિકસિત કરી રહ્યા છે, રમત-ગમતમાં દેશનું નામ રોશન કરી રહ્યા છે અને અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં યોગદાન આપી રહ્યા છે, તે જ ભારતના અસલી Gen Zછે. તેમણે કહ્યું કે, ભારતીય યુવાનો નવીનતા, ટેક્નોલોજી અને જ્ઞાનના દમ પર દેશને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી રહ્યા છે.
તેમણે જમ્મુ-કાશ્મીરનું ઉદાહરણ આપતાં કહ્યું કે, એક સમયે ત્યાંના યુવાનોની ઓળખ પથ્થરમારો સાથે જાેડાઈ ગઈ હતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પરિસ્થિતિઓ બદલાઈ છે. હવે કાશ્મીરના યુવાનો રમતગમતમાં આગળ વધી રહ્યા છે અને રણજી ટ્રોફી જેવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે.
નીતિન નવીને કહ્યું કે, લોકતંત્રમાં સરકારનો વિરોધ કરવાનો દરેક નાગરિકનો અધિકાર છે, પરંતુ આ વિરોધ સંવિધાનિક અને લોકતાંત્રિક રીતે જ હોવો જાેઈએ, પરંતુ તેમણે કોઈ વિદેશી તાકાત કે ભડકાઉ વિચારધારાના પ્રભાવમાં ન આવવું જાેઈએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતીય યુવા પોતાની પ્રતિભા, નવીનતા અને સકારાત્મક વિચારસરણીના બળ પર વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.



