
(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
આપણા દેશના લોકોની એક ખાસિયત છે કે જ્યાં ‘નો પાર્કિંગ’નું બોર્ડ મારેલું હોય ત્યાં જ લાઇન બંધ ફોર વ્હીલરો પાર્કિંગ કરી બિન્દાસ ચાલવા માંડશે. એવું જ જાહેર માં પેશાબ નહી કરવો, જાહેર માં થૂંકવું નહીં છતાં આપણે એ લખેલી સૂચનાઓને ઘોળીને પી જઈએ છીએ અને લખેલી સૂચનાઓથી તદ્દન વિરુદ્ધ આચરણ કરીને આપણી સંકૃતિના ધજિયા ઉડાડવાનું ઉદાહરણ પૂરું પાડીએ છીએ.
અને એવું જ હવે જાહેર સ્થળોએ ખુલ્લામાં સ્મોકિંગ ના નીકળતા ધુમાડા જોઈને લાગે છે કે જેમ સરકારે તમાકુ ની પડીકીઓ ઉપર ચેતવણી લખવાની ઉત્પાદકો ને ખાસ સૂચના આપી છે કે તમાકુ ખાવાથી કેન્સર થાય છે છતાં લોકો બિન્દાસ તમાકુ ખાતા જોવા મળે છે. આમ કેન્સર થતું હોવાનું જાણતી હોવા છતાં પ્રજા તમાકુ નુ સેવન કરીને જ્યારે કેન્સર ને આમંત્રણ આપતી હોય ત્યારે એમાં સરકાર પણ કરે શું ?
આમ સરકારે પ્રજાના આરોગ્યને ધ્યાનમાં રાખીને બનાવેલા જ કાયદાની ઠેરઠેર જાહેર માં સૂચના વાંચવા મળશે જેમાં ખાસ કરીને બસ સ્ટેન્ડો, રેલ્વે સ્ટેશનો, પોલીસ સ્ટેશનો, કોર્ટ કચેરી સહિત ની તમામ સરકારી ઈમારતો કે જ્યાં લોકો સારા થવા આવે છે એવી સરકારી હોસ્પિટલોના સંડાસ બાથરૂમ માં આજની તારીખે વિમલ, ગુટખા ની સાથે સાથે બીડી,સિગરેટ ના ઠૂંઠા જોવા મળશે. કે જ્યાં મોટા અક્ષરે લખાયેલું હોય છે કે જાહેર માં ધૂમ્રપાન કરવું એ ગુન્હો છે. છતાં ખુલ્લે આમ ગુનાનો ભંગ થઇ રહ્યો છે. અને ખાસ કરીને ચાની લારીઓ પર કે ચાની હોટલો ઉપર ચાર મિત્રો બહાર ઉભા રહીને ગામ ગપાટા મારતાં મારતાં હાથ માં રાખેલી સિગરેટ નો કશ લઈ જ્યારે હવામાં ધુમાડા છોડે છે એને લઈ આવતા સિગરેટના ધુમાડાને અનિચ્છાએ પણ અન્યોને શ્વાસ માં લેવા મજબૂર કરે છે. જે આવા ધુમાડાઓથી દૂર રહેવા માંગે છે એને પણ મજબૂરીથી આ ઝેરી રસાયણો વાળો ધુમાડો શ્વાસમાં લઈ સ્વાસ્થ્યને જોખમમાં મૂકવું પડે છે કારણકે એ પોતાના મિત્રોને નો સ્મોકિંગ કહીને સંબંધ ખરાબ કરવા માંગતો નથી. આમ સિગરેટ કોઈ બીજું ફૂંકી રહ્યું છે અને તેની કિંમત નિર્દોષ નાગરિકો કેન્સરનો ભોગ બની જીવ આપીને ચૂકવી રહ્યા છે.




