
ટેલિગ્રામ બેન અંગે હાઈકોર્ટનો સવાલ ૧૫ કરોડ યુઝર્સના હક્ક કઈ રીતે છીનવાય? ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂકાયો અને વોટ્સએપને કેમ બાકાત રખાયું ? સરકારે ખુલાસો કર્યાે નીટ-યુજી પરીક્ષા પૂર્વે કેન્દ્ર સરકારે ટેલિગ્રામ પર કામચલાઉ પ્રતિબંધ જાહેર કર્યા પછી આ ર્નિણયની કાયદેસરતા અંગે વિવાદ સર્જાયો છે. કેટલાક વિદ્યાર્થી નીટ-યુજીની પરીક્ષા આપી રહ્યા છે ત્યારે ૧૫૦ કરોડ વપરાશકારોને મેસેજિંગ એપનો ઉપયોગ કરવાના હકથી કઈ રીતે વંચિત રાખી શકાય? તેવો સવાલ દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યો હતો. નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ – અંડરગ્રેજ્યુએટની રી-ટેસ્ટ યોજાવાની હોવાથી સરકારે ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ જાહેર કરેલો છે. પેપર લીક કરવા કે અફવા ફેલાવવા માટે ટેલિગ્રામનો વ્યપાક ઉપયોગ થઈ રહ્યો હોવાનું જણાતા આ ર્નિણય લેવાયો હોવાનું સરકાર માને છે. સરકારના આ ર્નિણયને પડકારતી અરજી દિલ્હી હાઈકોર્ટમાં થઈ હતી. સુનાવણી દરમિયાન સરકાર તરફથી દલીલ થઈ હતી કે, ગુનાઈત તત્વો દ્વારા ટેલિગ્રામ એપનો દુરુપયોગ થવાની શક્યતાઓ ભરપૂર છે. ટેલિગ્રામ એપ દ્વારા સરકારના આ ર્નિણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ દલીલ કરી હતી. સરકાર તરફથી આ મેસેજિંગ એપના ટેકનિકલ પાસાઓનો સંદર્ભ આપીને જણાવાયું હતું કે, એક ટેલિગ્રામ એકાઉન્ટ ૪૦ બોટ્સ બનાવી શકે છે. જ્યારે વોટ્સએપમાં એક વપરાશકાર દીઠ એક જ બોટ હોય છે. એક બોટ્સમાંથી અનેક બોટ્સનું નિર્માણ થવાની આ પ્રક્રિયા અતિશય ઝડપથી વિસ્તરે છે. ટેલિગ્રામ પર બોટની સુવિધા હોવાથી માહિતીનો વ્યાપક સ્તરે પ્રસાર થઈ શકે છે. માનવીય હસ્તક્ષેપ વગર પણ નેટવર્ક્સ ઊભા કરવાની ટેલિગ્રામની ક્ષમતા છે. ટેલિગ્રામ પ્લેટફોર્મ ક્લાઉડ મારફતે ઓપરેટ થાય છે. તેને બ્લોક કર્યા પછી પણ કેટલાક તત્વો ચાલાકીથી ઉપયોગ કરી શકે છે અને વાસ્તવિક વપરાશકાર સુધી પહોંચવાનું તપાસ એજન્સીઓ માટે અશક્ય બને છે.



