
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૫૨૬૫ સામે ૮૫૧૨૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૫૦૭૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જાેવા મળ્યોપ સરેરાશ ૭૧૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૪૭ પોઈન્ટના ઉછાળા સાથે ૮૫૭૧૨ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૧૮૬ સામે ૨૬૧૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૬૧૫૧ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જાેવા મળ્યોપ સરેરાશ ૨૧૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૮ પોઈન્ટના ઉછાળા સાથે ૨૬૩૩૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તોપ
રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં અરબીઆઈ હાલમાં મોંઘવારીના નિયંત્રણ કરતાં આર્થિક વૃદ્ધિને ટેકો આપવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાના સંકેતે વ્યાજ દરોમાં ૦.૨૫%નો ઘટાડો કરવામાં આવતા આજે સપ્તાહના અંતિમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળાનો માહોલ જાેવા મળ્યો હતો.
ભારતીય રૂપિયાનું અમેરિકી ડોલર સામે છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહેલું રેકોર્ડ ધોવાણ અટકીને રૂપિયો રિકવર થતાં અને અમેરિકા સાથે ટ્રેડ ડિલ ઘોંચમાં પડયા સામે રશીયાના પ્રમુખ વ્હાલીદિમીર પુતિનની ભારત મુલાકાતથી શરૂ થતાં ભારત અને રશીયા વચ્ચે ઐતિહાસિક મોટી ટ્રેડ, ડિફેન્સ ડિલ થવાની અપેક્ષાએ ભારતીય શેરબજારમાં ચાર દિવસના ઘટાડા બાદ આજે ઈન્ડેક્સ બેઝડ રિકવરી જાેવાઈ હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકામાં આવતા સપ્તાહે ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડાની શકયતા વધી જતા યુએસ ડોલર ઇન્ડેક્સમાં નબળાઈ અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા હસ્તક્ષેપના અહેવાલોએ ભારતીય રૂપિયામાં યુએસ ડોલર સામે સુધારો જાેવા મળ્યો હતો, જયારે રશિયાના ક્રુડ ઓઈલ મથકો પર યુક્રેનના હુમલાના અહેવાલે વચ્ચે ક્રુડ ઓઈલના ભાવમાં સ્થિરતા જળવાઈ હતી.
સેક્ટર મુવમેન્ટપ બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૧% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર સર્વિસીસ, કેપિટલ ગુડ્સ, ઇન્ડસ્ટ્રીયલ, એફએમસીજી અને હેલ્થકેર સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૩૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૪૨ અને વધનારની સંખ્યા ૧૮૦૫ રહી હતી, ૧૯૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જાેવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે સ્ટેટ બેન્ક ૨.૪૬%, બજાજ ફિનસર્વ ૨.૦૮%, બજાજ ફાઈનાન્સ ૧.૮૯%, મારુતિ સુઝુકી ૧.૮૦%, એચસીએલ ટેકનોલોજી ૧.૬૮%, લાર્સન લિ. ૧.૩૩%, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૧.૨૩%, ઈન્ફોસિસ લિ. ૧.૧૪%, કોટક બેન્ક ૦.૯૨%, એચડીએફસી બેન્ક ૦.૫૯% અને આઈટીસી ૦.૪૩% વધ્યા હતા, જ્યારે હિંદુસ્તાન યુનિલિવર ૩.૫૧%, ઈટર્નલ લિ. ૧.૧૫%, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ ૦.૮૩%, સન ફાર્મા ૦.૭૫%, ટ્રેન્ટ લિ. ૦.૬૧% અને બીઈએલ ૦.૦૫% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ, લાર્જકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૧૧ લાખ કરોડ વધીને ૪૭૦.૯૬ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૪ કંપનીઓ વધી અને ૬ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશાપ. મિત્રો, ભારતીય શેરબજાર માટે આવનારા દિવસો મોટાભાગે બુલિશ રહેવાની શક્યતા છે. આરબીઆઈ દ્વારા ૦.૨૫%ના રેપો રેટ ઘટાડા સાથે બજારમાં તરલતા વધવાની પૂરી શક્યતા છે, જેના કારણે બેન્કિંગ, રિયલિટી, ઓટો અને ઈન્ફ્રા જેવા વ્યાજદર-સંવેદનશીલ સેક્ટર્સમાં




