
૪ મુદ્દાઓ પર થઈ ચર્ચા મ્યાનમારના રાષ્ટ્રપતિએ PM મોદીની સાથે કરી મુલાકાત વેપાર, અર્થતંત્ર, ટેક્નોલોજી અને પરસ્પર સંબંધો સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર વાતચીત થઈ હતી મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન આંગ હ્લેઇંગ (U Min Aung Hlaing) ભારતની મુલાકાતે આવ્યા છે. ત્યારે આજે સોમવારે તેમણે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ ભારત અને મ્યાનમાર વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ચર્ચા કરી હતી. આ બેઠકમાં વેપાર, અર્થતંત્ર, ટેક્નોલોજી અને પરસ્પર સંબંધો સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર વાતચીત થઈ હતી.
કયા-કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?
– વિકાસ, ભાગીદારી, સુરક્ષા અને સરહદ વ્યવસ્થાપન પર સહયોગ
– વેપાર, રોકાણ અને કનેક્ટિવિટી પર ખાસ ધ્યાન
IPL 2026 ના સાવજ વૈભવ સૂર્યવંશીને મળી આ જબરદસ્ત લક્ઝરી કાર, જાણો કેટલી છે કિંમત
– લોકો વચ્ચેના સંબંધો વધુ મજબૂત કરવા અંગે ચર્ચા
– શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે ભાગીદારી વધારવાનો ર્નિણય
આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, ભારત પોતાની નેબરહુડ ફર્સ્ટ, એક્ટ ઈસ્ટ અને મહાસાગર નીતિઓ મુજબ મ્યાનમારનો એક વિશ્વસનીય પડોશી દેશ છે. વડાપ્રધાને ઉમેર્યું કે, ભારત વિશ્વસનીય ભાગીદાર અને સંકટના સમયમાં સૌથી પહેલા મદદ કરનાર દેશ બન્યો રહેશે.
મ્યાનમારના રાષ્ટ્રપતિએ એપ્રિલ ૨૦૨૬માં રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યા બાદ પહેલા વિદેશ પ્રવાસ માટે ભારતની પસંદગી કરી છે. મ્યાનમાર ભારત માટે મહત્વપૂર્ણ દેશ છે, તે આપણો પાડોશી દેશ છે. જેની સાથે ભારતની ૧,૬૪૩ કિલોમીટર લાંબી સરહદ જાેડાયેલી છે. મ્યાનમારના રાષ્ટ્રપતિ હ્લાઇંગ દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે પણ મુલાકાત કરશે. તેઓ દિલ્હીના કૂતુબ ગોલ્ફ કોર્સ પાસે આવેલા રાય પિથૌરા સાંસ્કૃતિક પરિસરમાં આયોજિત ધ લાઇટ એન્ડ ધ લોટસ: રિલિક્સ ઓફ ધ અવેકન્ડ વન પ્રદર્શન પણ જાેવા જશે. આ એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન છે, જેમાં ભગવાન બુદ્ધના પવિત્ર પિપરહવા અવશેષોને પ્રદર્શિત કરવામાં આવ્યા છે.



